________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
કરે છે અને સંજ્ઞીપંચેન્દ્રિયપણા સુધી પહોંચે છે, તેની સામે ક્રૂર ઘાતકી જીવો જેવી જેની ઈચ્છાશક્તિ બળવાનપણે અશુભ હોય તો તેવા જીવોનું નિમિત્ત પામી અસંજ્ઞી જીવો ઇન્દ્રિયઘાત કરવા તરફ વળતા જાય છે. અને અસંજ્ઞી જીવો પોતાથી નબળાને એના શુભાશુભ ભાવો પસાર કરે છે. આમ ઉત્તમ આત્માઓના નિમિત્તમાં અસંશી જીવો શુભલેશ્યાવાન થઈ પોતે વિકાસ કરી પરંપરાએ શુભ વધારે છે અને નિકૃષ્ટ જીવોનાં નિમિત્તમાં આવી અસંજ્ઞી જીવો અશુભ લેશ્યાવાન થઇ અધોગતિ કરે છે, અને પરંપરાએ પોતાનાથી નબળા જીવોને અશુભ ભાવ કરવાનું નિમિત્ત આપી અશુભ ભાવોની પરંપરા સર્જે છે. આ રીતે અસંજ્ઞી જીવ શુભાશુભ લેશ્યાવાળા જીવોના સંપર્કને કારણે પ્રગતિ તથા અધોગતિ વચ્ચે ઝોલાં ખાધાં કરે છે. આમ કરતાં કરતાં આત્માર્થે ઉપકારી પુરુષની કૃપા થકી જીવ સંજ્ઞી પંચેન્દ્રિય તો થાય જ છે, અને સંજ્ઞાનો સદુપયોગ કરવાથી તે જીવ ઉપકારી પુરુષના ઉપકારને સ્વીકારી આત્માર્થે પ્રગતિ સાધે છે. આવો ઉપકાર ઉત્તમ રીતે કરવા માટે આ જગતમાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંત સદાકાળ માટે પ્રસિધ્ધ છે. પરંતુ આવા બળવાન ક્ષયોપશમી પુરુષો સદાકાળ માટે દુર્લભ પણ છે.
સંસારનાં પરિભ્રમણમાં અટવાયેલા જીવોમાં સૌથી મોટી સંખ્યા એક ઇન્દ્રિયવાળા જીવોની છે. તેનાથી ઓછી સંખ્યા બેથી ચાર ઇન્દ્રિયવાળા વિકલેન્દ્રિયની છે. અને સહુથી નાની સંખ્યા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોની છે. અસંજ્ઞી જીવોની માત્ર તિર્યંચ ગતિ જ હોય છે, તેઓ અન્ય કોઈ ગતિ પામી શકતા નથી. ત્યારે સંજ્ઞી પંચેન્દ્રિય જીવોની ચાર ગતિ છે –
૧. તિર્યંચ ગતિઃ તેમાં પશુપંખી આવે છે. ગાય, ભેંસ, ઘોડા, કૂતરા, બિલાડી, સિંહ, વાઘ, વરુ, શિયાળ, માછલી, મગર, કબૂતર, મેના, પોપટ, મોર, હંસ, કાગડા વગેરે વગેરે. આ જીવોના ત્રણ પ્રકાર મુખ્યતાએ છે, ખેચર, જળચર અને સ્થળચર. ૨. નરક ગતિ: આ ગતિમાં સાત નરકમાં વસતા વૈક્રિય શરીરધારી નારકીઓ આવે છે. ૩. દેવ ગતિઃ વૈક્રિય શરીરધારી શુભ ગતિવાળા દેવો ચાર પ્રકારે છે – વાણ વ્યંતર, ભવનપતિ, જ્યોતિષી અને વૈમાનિક દેવો. ૪. મનુષ્ય ગતિઃ ઔદારિક
૩૧૩