________________
કેવળી પ્રભુનો સાથ
અપર્યાપ્ત કહેવાય છે. આ સ્થિતિમાં જીવની શક્તિઓ રુંધાયેલી રહે છે. ઇન્દ્રિય તથા મન પૂરાં બંધાઇ રહે ત્યાર પછી જ તેનો ઉપયોગ જીવ યથાર્થ રીતે કરી શકે છે. અને અસંજ્ઞીપણામાં તો સંજ્ઞાના અભાવમાં તેની ઇન્દ્રિયો પૂરી બંધાઇ ચૂકી હોવા છતાં તેનો યથાર્થ ઉપયોગ તે જીવ કરી નથી શકતો, તેનું પરાધીનપણું ચાલુ જ રહે છે. જેવાં જેવાં નિમિત્તોની વચ્ચે તે આવે છે, તેવાં તેવાં નિમિત્તો અનુરૂપ ભાવો વેદી તે જીવ પ્રગતિ અથવા અધોગતિ સ્વીકારે છે. આપણે આગળ જોયું તે પ્રમાણે અસંશી જીવજો ઉત્તમ પુરુષના સંસર્ગમાં આવે છે તો તે પ્રગતિ કરી ઇન્દ્રિયની સંખ્યાને વધારે છે, અને તેનાથી વિપરીત એવા બળવાન અશુભભાવી સંજ્ઞીપંચેન્દ્રિય જીવના સંપર્કમાં તે અસંજ્ઞી રહે છે તો તેના નિમિત્તથી પોતાના અશુભભાવને વધારી ઇન્દ્રિયના વિશેષ ઘાતવાળી અધોગતિમાં જાય છે. અસંશી જીવ શુભભાવી આત્માના સંગમાં શુભલેશ્યાવાળો અને અશુભભાવી સંજ્ઞી જીવના સંગમાં અશુભલેશ્યાવાળો થઇ કર્મની હાનિવૃધ્ધિ કરતો રહે છે. સામાન્ય રીતે અસંજ્ઞી જીવ બીજા સંજ્ઞી જીવો પર ખાસ અસર કરી શકતો નથી પણ પોતાનાથી નીચી કક્ષાવાળા અસંજ્ઞી જીવો પર પોતાના શુભાશુભ ભાવોની અસર પહોંચાડતો હોય છે. એની પાછળ એ નિયમ કાર્યકારી થાય છે કે સબળાની અસર નબળા પર વધારે પડે છે. આ પ્રક્રિયાનો વિચાર કરીએ તો આપણને સમજાય છે કે એક બળવાન શુભ કલ્યાણભાવ વેદતા સત્પુરુષ પોતાના શુભભાવ પરંપરાએ સર્વ અસંજ્ઞી જીવોને પહોંચાડી શકે છે, અને કલ્યાણની પરંપરા સર્જી શકે છે, ત્યારે બળવાન અશુભભાવી જીવ પોતાના અશુભભાવને પરંપરાએ સર્વ અસંજ્ઞી જીવોને પહોંચાડી પાપકર્મનો પોટલો ઘણો મોટો કરી શકે છે. અસંજ્ઞી જીવની ઈચ્છાશક્તિ અવરાયેલી હોવાથી તેની નિર્બળતા તેને સંશીની ફરજીયાત અસર નીચે લાવે છે. અને સંશી જીવની ઈચ્છાશક્તિ વિશેષતાએ ખીલી હોવાથી તે પોતાની ઈચ્છાનુસાર બીજાની અસર લેવા બાબત સ્વતંત્ર થાય છે. એટલું જ નહિ પણ જે અસંજ્ઞી જીવો તેના સંપર્કમાં આવે છે તેના પર પોતાના સારાનરસા ભાવોની અસર તે પાડયા જ કરે છે. સત્પુરુષ કે જ્ઞાનીપુરુષ જેવી શુભ બળવાન ઈચ્છાશક્તિ જેની હોય તેનું નિમિત્ત પામી અસંશી જીવો ઇન્દ્રિય વિકાસ
૩૧૨