________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
વિકાસ કરી પંચેન્દ્રિયપણું મેળવે છે. પાંચમી ઇન્દ્રિય તે “કાન’ – જીવની શ્રવણશક્તિ. પાંચ ઇન્દ્રિયની પ્રાપ્તિ હોય અને સંજ્ઞા ન હોય તેવા અતિ અતિ અલ્પ જીવો હોય છે. એમ કહેવાય છે કે અંતના સ્વયંભૂરમણ સમુદ્રમાં પાંચ ઇન્દ્રિયવાળા છતાં અસંજ્ઞી સર્પો જન્મે છે, અને મારે છે. પણ આપણે અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો વિશે ભાગ્યે જ કંઈ જાણીએ છીએ. આવા અસંજ્ઞી પંચેન્દ્રિયને કોઈ પ્રકારની વિચારશક્તિ કે વિવેકજ્ઞાન હોતું નથી. આપણે જે અસંજ્ઞી પંચેન્દ્રિયને જાણીએ છીએ તે સંમુછિમ જીવો વિશે છે. આ સંમુઈિમ જીવોનું આયુષ્ય જઘન્ય કે ઉત્કૃષ્ટપણે માત્ર અંતમુહૂર્ત કાળ જ હોય છે. તેઓ જન્મ સાથે પાંચ ઇન્દ્રિયો બાંધવાની શરૂઆત તો કરે છે, પણ તે પાંચ ઇન્દ્રિયો પૂરી બંધાઇ રહે તે પહેલાં જ તેનું આયુષ્ય પૂરું થઈ જાય છે. વળી આ જીવોના દેહ આપણી નજરે પણ ન ચડે તેટલા સૂમ હોય છે. આથી આવા જીવોનો આપણને ખાસ કોઇ પરિચય રહેતો નથી, તેની આપણને ખાસ જાણકારી પણ આવતી નથી. પણ શ્રી કેવળીપ્રભુના જણાવ્યા પ્રમાણે આવા સંમુછિમ જીવો લીંટ, બળખા, લાળ, મળ, મૂત્ર, ખાળ વગેરે મળી ચૌદ અશુભ જગ્યામાં ઉત્પન્ન થાય છે, અને મરે છે. તેમ કરતાં તેઓ કોઈ શુભ યોગે અસંજ્ઞીપણું ત્યાગી સંજ્ઞા અને પાંચ ઇન્દ્રિય સાથે જન્મી સંજ્ઞી પંચેન્દ્રિયની દશા મેળવે છે.
સંજ્ઞી પંચેન્દ્રિયપણામાં જીવ પાંચમી શ્રવણશક્તિ – કાન મેળવવાની સાથે સંજ્ઞા અર્થાત્ સારાસાર વિવેક કરવાની શક્તિ મેળવે છે, અને તે ઉપરાંત જીવ પોતે પ્રગટપણે ઈચ્છા કરી શકે છે, તે ઈચ્છાને વ્યક્ત પણ કરી શકે છે. આ સર્વ તેને આવેલી સંજ્ઞાને આભારી છે. સંજ્ઞા આવતાં જીવ પાંચ ઇન્દ્રિય તથા મનનો શુભાશુભ ઉપયોગ કરવાનો વિવેક મેળવે છે. પોતાને શું ગમે છે, અને શું નથી ગમતું તેની જાણકારી તેનામાં ઊગવા લાગે છે. સંજ્ઞાને લીધે તે કોની અસર રહવી અને કોની અસર ન લેવી તેનો નિર્ણય કરવામાં સ્વતંત્ર બને છે. અને પોતાની ઈચ્છાનુસાર વર્તવામાં સફળ પણ થાય છે.
પરંતુ અસંજ્ઞીપણામાં અને અપર્યાપ્ત સ્થિતિમાં જીવ ઘણો ઘણો પરાધીન હોય છે. જીવ ઇન્દ્રિયાદિ બાંધવાનું શરૂ કરે પણ પૂર્ણ બંધાઇ ન રહે ત્યાં સુધી તે
૩૧૧