________________
કેવળી પ્રભુનો સાથ
છે. અને ફરીથી પુરુષના ઉત્તમ યોગમાં જીવ આવે નહિ ત્યાં સુધી જીવ ત્રણ ઇન્દ્રિયની અનેક યોનિમાં લાંબા કાળ પર્યત જન્મમરણનાં દુઃખ સતત વેદ્યા કરે છે. આ પરથી જીવને વિકાસ કરવા માટે ઉત્તમ ભાવનાએ વર્તતાં પરમેષ્ટિ ભગવંતનાં સાનિધ્યની કેટલી બળવાન જરૂરિયાત છે તે સમજાય છે. એનાથી વિરુધ્ધ જીવ જો અસદ્ભાવી સંજ્ઞી પંચેન્દ્રિયના વિભાવમાં સલવાઈ જઈ અશુભ ભાવનામાં ચાલ્યો જાય તો મળેલી ઇન્દ્રિયો ગુમાવવાનો પ્રસંગ પણ તેને આવે છે.
ત્રણ ઇન્દ્રિયમાં સંજ્ઞારહિતપણે જીવ ભ્રમણ કરતો હોય છે ત્યારે તેનામાં હિતાહિતની જાણકારી હોતી જ નથી, તે તો જેવા જીવના સંપર્કમાં આવે તેના જેવા ભાવ વેદી પૂર્વ કર્મની નિર્જરા કરતાં કરતાં, અને અલ્પ શક્તિ હોવાથી અલ્પ કર્માશ્રાવ થતો હોવાથી, ક્રમે કરી શુભ વ્યક્તિના યોગમાં કર્મભારથી થોડો હળવો થતો જાય છે. જ્યારે શુભભાવી જીવોના સંર્પકમાં જીવ આવે છે ત્યારે તે શુભ પરિણતિ વેદી પોતાનો કર્મભાર હળવો કરવા શક્તિમાન થાય છે. આવી હળવી ક્ષણોમાં કોઈ સુભગ પળે એ જીવને સપુરુષ કે જ્ઞાનીપુરુષના યોગમાં આવી પોતાની શુભપરિણતિ સાથે દેહત્યાગ કરવાનો અવસર આવે છે ત્યારે તેને વિકાસનું એક ડગલું આગળ ભરવા માટે યોગ્ય નિમિત્ત મળે છે. એ જીવ ત્રણ ઇન્દ્રિયવાળી ગતિ ત્યાગી ચાર ઇન્દ્રિયવાળી ગતિ મેળવે છે. તે જીવને ચોથી ચક્ષુ ઇન્દ્રિય મળે છે. આંખ આવવાથી બાહ્ય પદાર્થો જોવાનો, દર્શન કરવાનો લાભ તેને મળે છે. માખી, ડાંસ, મચ્છર, ભમરા, તીડ, પતંગિયા, કરોળિયા, કંસારી, વીંછી, ખડમાંકડી, બગા, જુદા વગેરે ચાર ઇન્દ્રિયવાળા જીવો છે. તેઓ ચારે ઇન્દ્રિયનો ઉપયોગ કરી દેહ અને અન્ય પદાર્થો પ્રતિનો લોભ વેદના થાય છે. આવા જીવોનું જઘન્ય આયુષ્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ આયુષ્ય છે માસનું શ્રી પ્રભુએ જણાવ્યું છે.
ચાર ઇન્દ્રિયપણે પરિભ્રમણ કરતાં કરતાં અમુક કાળ વ્યતીત થાય, જીવને કર્મોની વિશેષ નિર્જરા થાય, ત્યાર પછીની કોઈક શુભ ક્ષણે તેને સપુરુષ અથવા જ્ઞાનીપુરુષના કલ્યાણભાવના યોગમાં પોતાના શુભભાવ સહિત દેહત્યાગ કરવાનો પ્રસંગ આવે છે. આવો યોગ સફળ થતાં જીવ શાતા વેદી, ચાર ઇન્દ્રિયપણામાંથી
૩૧૦