________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
પ્રભાવથી એકેંદ્રિયપણું છોડી બે ઇન્દ્રિયપણામાં જાય છે. તે વખતે જીવને સ્પર્શેન્દ્રિય સાથે રસના – જીભની પ્રાપ્તિ થાય છે, તથા હલનચલન કરવાની શક્તિ આવે છે અને સ્થાવરપણાનો ત્યાગ થાય છે. જીભ મળવાથી જીવને કાયયોગ ઉપરાંત વચનયોગની સિદ્ધિ આવે છે. સ્થૂળ પુગલનો આહાર કરવાની શક્તિ આવે છે અને સ્વયં હલચલી શકવાની સિદ્ધિ મળતાં તેને ત્રસકાયપણાનો અનુભવ શરૂ થાય છે. આ શક્તિ જીવને બેથી સંજ્ઞીપંચેન્દ્રિયપણા સુધી ઉત્તરોત્તર વધતી જાય છે, અને તે બધા જીવો ત્રસકાય જીવો કહેવાય છે. જીવમાં હલનલન કરવાની શક્તિ આવવાથી અમુક અંશે તેઓ પોતાના ભાવો દેહ દ્વારા વ્યક્ત કરી શકે છે. જળો, કીડા, પોરા, કરમિયા, અળસીયા, વાંતરી, શંખ, છીપ, કોડા, ઇયળ વગેરે જીવો બેઇન્દ્રિય છે. શંખ, છીપ અને કોડા આપણે જોઈએ છીએ તે તેમના શરીરનો બાહ્યભાગ છે, તેની અંદર બે ઇન્દ્રિય જીવો વસે છે. આ સર્વ બે ઇન્દ્રિયવાળા જીવોનું જઘન્ય આયુષ્ય અંતમુહૂર્તનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય બાર વર્ષનું હોય છે.
જ્યાં સુધી ફરીથી સત્પરુષના કલ્યાણભાવના ઉત્તમ યોગમાં, પોતાની અપેક્ષાએ શુભ પરિણતિ સાથે મરણ પામે નહિ ત્યાં સુધી તે જીવ બે ઇન્દ્રિયની જુદી જુદી જાતિમાં જન્મમરણ કર્યા જ કરે છે, પરંતુ અહીં જણાવેલો શુભ યોગ પ્રાપ્ત થતાં તે જીવ શુભભાવ અનુભવી, શાતા વેદી તે ત્રણ ઇન્દ્રિયવાળો થવા ભાગ્યશાળી થાય છે. સ્પર્શેન્દ્રિય અને રસનાની સાથે તેને ધ્રાણેન્દ્રિય મળે છે. નાસિકા મળવાથી સુગંધ તથા દુર્ગધ માટે આકર્ષણ કે અપાકર્ષણ વેદવાની શક્તિ આવે છે. વળી, પહેલી બે ઇન્દ્રિયોની શક્તિ પણ થોડી માત્રામાં વર્ધમાન થાય છે. ધ્રાણેદ્રિય આવતાં અનુકૂળ સુગંધના આકર્ષણથી તે દિશામાં જવાની વૃતિ જન્મે છે, અને ત્રસકાયપણાને લીધે તે જીવ તે બાજુ દોરાય છે, અને એ જ રીતે પ્રતિકૂળ વાસથી જુદી દિશામાં જવાનું વલણ લઈ તે તેનાથી દૂર જવાની પ્રવૃત્તિ પણ કરી શકે છે. આવી વૃત્તિ આપણે કીડી, મંકોડા, જૂ, ચાંચડ, માંકડ, કંથવા, ધનેડા, ઇતડી, ગીંગોડા, કાનખજૂરા, ઉધઈ ઇત્યાદિ ત્રણ ઇન્દ્રિયવાળા જીવોમાં અવલોકી શકીએ છીએ. ત્રણ ઇન્દ્રિયવાળા જીવોનું જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૪૯ દિવસનું ગણાય
૩૦૯