________________
કેવળી પ્રભુનો સાથ
આયુષ્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ અહોરાત્ર જેટલું હોય છે. આમ એકેંદ્રિયપણામાં પણ આગળ વધવા જીવને પરમેષ્ટિનો સાથ જરૂરી છે.
તેઉકાયરૂપે અનંત જન્મમરણની જાળમાંથી પસાર થતાં થતાં, કોઈક દેહનો ત્યાગ કરતી વખતે જીવને જ્ઞાનીભગવંત કે સત્પુરુષના પ્રબળ કલ્યાણભાવનો સ્પર્શ પામવાનું સુભાગ્ય મળે તો, તે નિમિત્તથી શુભભાવી બનવાથી તે તેઉકાય જીવ વાયુકાયનો દેહ ધારણ કરવા સદ્ભાગી થાય છે, અને તે જીવ વિકાસનું એક કદમ આગળ વધે છે. હવાનાં પરમાણુ એ વાયુકાયના દેહ બને છે, તે ચારે બાજુ ફરતા ૨હે છે. વાયરાના જીવ રૂપે તેઓ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષનું આયુ ભોગવી શકે છે. ફરીથી જ્ઞાનીપુરુષના ઉત્કૃષ્ટ કલ્યાણભાવનો સંપર્ક પામે ત્યાં સુધી તે જીવો વાયુકાયમાં જ જન્મમરણ કરતા રહે છે.
વાયુકાયમાં પરિભ્રમણ કરતાં કરતાં કોઇક દેહત્યાગના પ્રસંગે તે જીવને જો જ્ઞાનીપુરુષ કે સત્પુરુષના બળવાન કલ્યાણભાવનો યોગ થાય અને તેની આત્મપરિણતિ સહજતાએ શુભ પ્રતિ વળે તો તે વિકાસનું એક પગથિયું આગળ વધે છે. તે જીવ એકેંદ્રિયપણામાં ઉત્તમ ગણાતી વનસ્પતિકાયને મેળવવા ભાગ્યશાળી થાય છે. વનસ્પતિના એકેંદ્રિય જીવ બે પ્રકારે છેઃ એક કાય અને અનંત કાય. એક શરીરમાં એક જ આત્મા રહે, અને એવા અનંત જીવોના સમુહથી એક છોડ, ઝાડની એક ડાળી કે એક વૃક્ષ બને તે એક કાય વનસ્પતિ કહેવાય છે. અને એક જ શરીરમાં અનેકથી અનંત આત્મા રહે અને એક સાથે જન્મ, આહાર, મરણ ઇત્યાદિ કરે તે કંદમૂળ, વગેરે રૂપ વનસ્પતિ થાય છે તે, અનંતકાય વનસ્પતિ કહેવાય છે. ઝાડ, વૃક્ષ કે છોડ એકકાય હોય પણ તેનાં મૂળ અનંતકાય હોય છે. મૂળ ઉપરાંત કાંદા, લસણ, સૂરણ, બીટ, આદુ આદિ આવી અનંતકાય વનસ્પતિ છે. આ બંને પ્રકારની વનસ્પતિકાયમાં જીવ અનંત જન્મમરણ કરે છે. વનસ્પતિકાય જીવનું જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષનું હોય છે.
વનસ્પતિકાયમાં રહેતાં રહેતાં જીવ જો સત્પુરુષ કે જ્ઞાનીપુરુષના બળવાન કલ્યાણભાવનું નિમિત્ત પામી, શુભ પરિણતિએ દેહત્યાગ કરી શકે તો તે જીવ તેના
૩૦૮