________________
કેવળી પ્રભુનો સાથ
ભાવોનો વિસ્તાર તથા ઊંડાણ વધારતા રહેવા શ્રી પ્રભુએ સૂચવ્યું છે. આમ જીવે સેવેલા પાપકર્મથી નિવૃત્તિ પામવા રાઇય, દેવસીય, પાક્ષિક, માસિક, છમાસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ કરતી વખતે ઊંડાણ તથા વિસ્તાર વધારતા જવાનો છે કે જેથી વિશેષ વિશેષ સૂક્ષ્મ દોષો પણ ટાળતા જવાનો અવકાશ જીવને મળે.
આ બધા ઉપરાંત આયુષ્યના અંતકાળે સૌથી ઉત્તમ પ્રતિક્રમણ જીવે કરવાનું જરૂરી છે એમ શ્રી પ્રભુએ બતાવ્યું છે. આ ક્ષમાપના લેતી વખતે જીવે, સમસ્ત જીવો સાથેના વેરભાવને ત્યાગી મૈત્રીભાવ સ્વીકારવાનો રહે છે. એટલું જ નહિ પણ આખા જીવન દરમ્યાન જે જે શુભ કે અશુભ પ્રવૃત્તિઓ કરી હોય તે સર્વનું કર્તાપણું ત્યાગી દેવાનું હોય છે. એટલે કે કરેલી પ્રવૃત્તિમાં રહેલો પોતાપણાનો ભાવ સર્વથા છોડી દેવો જોઇએ. પ્રભુએ આ ભલામણ ખૂબ જ વિચારપૂર્વક અને ઉપકારબુદ્ધિથી કરેલી જણાય છે.
સમજવા અર્થે એક ઉદાહરણ વિચારીએ. કોઈ જીવ બિમાર જીવોને શાતારૂપ થાય તેવી ઔષધિઓ ઉત્પાદન કરવા માટે મોટું કારખાનું શરૂ કરે છે. એમાં બનતી ઘણી ઔષધિઓ દર્દીઓને ખૂબ રાહતનું નિમિત્ત થાય છે. બીજી બાજુ આ ઔષધિઓને બનાવવામાં કેટલીક હિંસા પણ સમાયેલી હોય છે. આથી જે શુભ કાર્ય છે તેનું ફળ અને હિંસાદિનું અશુભ કાર્ય છે તેનું ફળ પણ સ્થાપકને મળે છે, એટલે કે પુણ્ય અને પાપ બંનેના બંધ તે કાર્ય શરૂ કરનારને પડયા કરે છે. એ માલિક કારખાનામાંથી નિવૃત્ત થઈ જાય પરંતુ તેનાં કાર્યના કર્તાપણાના ભાવ જો તેને છૂટી ન ગયા હોય તો તેને નિવૃત્તિ લીધા પછી પણ તે કારખાનામાં ચાલતી શુભાશુભ પ્રવૃત્તિ અનુસાર પુણ્યપાપના બંધ પડયા કરે છે. કદાચિત્ તે કર્તાપણું છોડયા વિના દેહ ત્યાગી જાય તો પરલોકમાં ગયા પછી પણ તે પુણ્યપાપના બંધ ચાલુ રહે છે. એટલે કે કર્તાપણાના ભાવથી જે કોઈ પ્રવૃત્તિ ચાલુ કરી હોય તેનાં પુણ્યપાપનાં ફળ જીવને એ કર્તાપણું છૂટે નહિ ત્યાં સુધી લાગ્યાં જ કરે છે. આ પ્રકારે જીવ જો ક્ષમાપના કરતો ન રહે તો જૂનાં કાર્યોનાં નવાં નવાં બંધ અને નવી પ્રવૃત્તિનાં બંધ એમ બેવડા દોરે બંધ પડ્યા કરે છે. આવી સ્થિતિથી બચવા માટે પ્રભુએ આત્માથી કર્તાપણાનો ભાવ છોડી દેવાથી, કર્મબંધથી બચી જવાય છે એવો સુંદર માર્ગ બતાવ્યો છે. તેથી જ વર્તમાન દેહત્યાગ