________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
સંવર ભાવના
પુરુષાર્થ કરી કર્મના આશ્રવને રોકવો તે સંવર. આત્મપ્રદેશ પર જુદી જુદી રીતે જમાવ થતાં કર્મોને કેવી રીતે આવતાં અટકાવવા, તે માટે શું શું પુરુષાર્થ કર્તવ્ય છે તેની વિચારણા કરવી તે સંવર ભાવના. જીવની જેમ જેમ આત્માર્થે પ્રગતિ થતી જાય છે, તેમ તેમ તેને પાપને પ્રવેશ ક૨વાના સૂક્ષ્મથી સૂક્ષ્મ છિદ્રોની સમજણ મળતી જાય છે અને તે દ્વારેથી કર્મને આવતાં રોકી દેવા તે સંવર કરવાનો યોગ્ય પુરુષાર્થ છે.
મુખ્યતાએ કર્મનો આશ્રવ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના કારણથી થતો હોય છે. એ આશ્રવને રોકવા સમ્યક્દર્શન, દેશવ્રત, મહાવ્રત, કષાય જય અને યોગનો અભાવ ઉપકારી થઈ સંવ૨ ક૨વામાં જીવને સાચો સાથ આપે છે. જીવ સમ્યક્દર્શન મેળવી મિથ્યાત્વને કારણે થતા આશ્રવને રોકી શકે છે. દેશવ્રતનું આરાધન કરી જીવ અવિરતિને કારણે થતા આશ્રવને ઘણો મંદ કરે છે, જેનાં ફળરૂપે તે જીવ મહાવ્રતનું આરાધન તથા પાલન કરી અવિરતિથી થતા આશ્રવને તોડી નાખે છે. મહાવ્રતનાં પાલનથી પ્રમાદનો જય કરવાની રીત તેને સમજાય છે. અને તેનામાં અપ્રમત્ત સંયમ આવતાં પ્રમાદને કારણે થતા આશ્રવનો સંવર શરૂ થાય છે. આ રીતે જીવ અપ્રમત્ત સંયમી બની આત્મપ્રદેશ પર ચીટકતાં ઘણાં ઘણાં કર્મોને રોકી આત્માને ક્ષપક શ્રેણિએ ચડવા તૈયાર કરતો જાય છે. ક્ષપક શ્રેણિમાં તે આત્મા કષાય જય કરી સર્વ ઘાતીકર્મોનો સંપૂર્ણ નાશ કરી સર્વજ્ઞપણું પ્રગટાવે છે. અને ત્યારથી એક યોગના કારણે જ માત્ર શાતાવેદનીય કર્મનો બંધ સ્વીકારે છે, અન્ય સર્વ કર્મને પ્રવેશવાનાં છિદ્રો બંધ થઈ જાય છે, અર્થાત્ કર્મની બાકીની ૧૫૭ પ્રકૃતિનો સંવર થઈ જાય છે. ચૌદમા ગુણસ્થાને આત્મા યોગને રુંધી છેલ્લા આશ્રવદ્વારનો પણ સંવર કરે છે, તથા અયોગી કેવળી બની આઠે કર્મથી મુક્ત થઈ, એક જ સમયમાં સિદ્ધભૂમિમાં સદાકાળ માટે સ્થાયી થઈ જાય છે.
જીવને મિથ્યાત્વના અભાવની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે. ચોથા ગુણસ્થાનથી મિથ્યાત્વ ઉદયમાં ન રહેતાં સત્તાગત રહે છે અને જ્યારે મિથ્યાત્વનો
૨૬૧