________________
કેવળી પ્રભુનો સાથ
કરવો એ નિવૃત્તિ છે. આ નિવૃત્તિમાં વર્તનાર જીવ સ્વરૂપની શાંતિને માણે છે. અને સર્વ બાહ્ય પદાર્થોનો સમ્યપ્રકારે ત્યાગ સેવી રાગદ્વેષથી નિવૃત્ત થતો જાય છે. રાગ તથા દ્વેષ બાહ્ય પદાર્થોના સંબંધને કારણે થાય છે. તે બાહ્ય સંબંધનો ત્યાગ થવાથી જીવ રાગદ્વેષથી છૂટી સ્વરૂપમાં સ્થિર થાય છે. આ સ્વરૂપના પરિચયને કારણે ‘સ્વરૂપ પ્રતીતિ’ સતત રહી શકે એવી કક્ષાએ જવા તે પુરુષાથી થાય છે.
અપ્રમત્ત સંયમ શ્રી સત્પરુષનો યોગ થવાથી, સંસારી પ્રવૃત્તિઓમાં જ રચ્યોપચ્યો અને એકાકાર રહેતો જીવ સાચી સમજણ મળવાને લીધે પોતાની વૃત્તિઓમાં ફેરફાર કરતાં શીખતો જાય છે. આપણે જોયું તેમ શાસ્તા પુરુષોનો સંપર્ક જીવનાં સુષુપ્ત ચેતનને જાગૃત કરે છે, પડતી વૃત્તિને સ્થિર રાખે છે, આત્માના અપૂર્વ સ્વભાવને પ્રાપ્ત કરવા પ્રેરણા આપે છે. આમ સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે શ્રી સત્પરુષનો ફાળો અનન્ય ગણી શકાય, એમની પુરુષાર્થની સક્રિયતા જીવને શિવ બનાવે છે. જેમ જેમ જીવ સપુરુષમાં પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતા વધારતો જાય છે તેમ તેમ તેને પોતાનાં આત્મસ્વરૂપનો પરિચય વધતો જાય છે. અને તેને આત્મસ્વભાવની અપૂર્વતા લક્ષગત થતી જાય છે. સાથે સાથે તેનામાં જેમ જેમ આત્માના ગુણો પ્રગટ થતાં જાય છે, તેમ તેમ આત્માને પૂર્ણ શુદ્ધ કરવાની તાલાવેલી પણ તેને વધતી જાય છે. આ કારણે તેને સંસારના પદાર્થો અજાણ્યા જેવા, સાવ પરના, ઉદાસીન જેવા, અરમણીય, અમોહકર અને રસરહિત સ્વાભાવિકપણે જ લાગે છે, અને જ્ઞાની પુરુષોનો તથા સપુરુષોનો સત્સંગ તેને જાણીતો, પોતાનો, પ્રીતિકર, સુંદર, આકર્ષનાર અને રસસ્વરૂપ લાગે છે. તેથી તેનો સંયમ વધારવાનો અને સત્સંગમાં રહેવાનો પુરુષાર્થ ખૂબ જોર કરવા લાગે છે. પરિણામે આવતાં કર્મોને રોકવાનો તેનો પુરુષાર્થ પ્રબળ બનતો જાય છે. કર્માશ્રવના જે જે દ્વારો છે તેને એક પછી એક ત્વરાથી બંધ કરવામાં જીવને સફળતા મળતી જાય છે. ક્યાંય પણ પ્રમાદ સેવ્યા વિના આશ્રવ દ્વારોને બંધ કરતાં જવાં તેનું નામ ‘અપ્રમત્ત સંયમ'. આ સંયમના આરાધન માટે “સંવર ભાવના” તથા “નિર્જરા ભાવના”નું અનુપ્રેક્ષણ જીવને ખૂબ ઉપકારી થાય છે.
૨૬૦