________________
કેવળી પ્રભુનો સાથ
કરે છે. અર્થાતુ ગુરુની આજ્ઞાનાં અવલંબને અમુક દ્રવ્યોનો ત્યાગ તે સેવે છે. આ જાતનો આંતરબાહ્ય આંશિક સંયમ શરૂ થાય ત્યારથી જીવનું પાંચમું ગુણસ્થાન શરૂ થાય છે, અને પૂર્ણ સંયમની પહેલાંની અવસ્થા સુધી તે ગુણસ્થાન વર્તે છે. આ ગુણસ્થાને જીવનો મન, વચન તથા કાયા સાથેનો મારાપણાનો ભાવ મોળો પડતો જાય છે, એટલે કે તે મન, વચન તથા કાયા સાથે ગાઢ રીતે એકપણું અનુભવતો નથી. તે આત્માનાં સુખને વિશેષ મહત્ત્વ આપતો થાય છે, તેથી સ્વચ્છંદના સંયમ અર્થે તે બાહ્યથી પણ નિયમપાલન અમુક અંશે કરવા લાગે છે. આમ આંતરબાહ્યનો ત્યાગ અમુક માત્રામાં અને સમ્યકત્વ સહિત હોવાથી દેશવિરતિ સમ્યક્દષ્ટિ ગુણસ્થાન” કહેવાય છે. દેશ” એટલે પૂર્ણનો અમુક વિભાગ અને વિરતિ એટલે રતિથી(આસક્તિથી) વિરમવું – છૂટવું. ‘દેશવિરતિ' એટલે અમુક પ્રમાણમાં સંસારી પદાર્થોની આસક્તિનો ત્યાગ. થોડાં વતપાલનથી શરૂ કરી, સર્વવિરતિમાં અંશે ઉણા વ્રતપાલન સુધી આ ગુણસ્થાન વર્તે છે. આ જાતનું વ્રતપાલન, સમ્યત્વ સહિત ન હોય તો તે જીવ ભાવથી પાંચમા ગુણસ્થાને વર્તે છે એમ કહી શકાય નહિ. તે જીવ દ્રવ્યથી પાંચમે ગુણસ્થાને હોવા છતાં ભાવથી તેનાથી નીચા ગુણસ્થાને સંભવે છે. સમ્યગ્દર્શન સહિત દ્રવ્યથી ભાવપૂર્વક આરાધેલા વ્રતનિયમો પાંચમું ગુણસ્થાન દર્શાવે છે. પણ સમ્યક્ત્વ રહિતનાં એ જ પ્રકારનાં વ્રતનિયમોનું આરાધન આત્માર્થે બહુ ઉપકારી ન હોવાથી પાંચમું ગુણસ્થાન દર્શાવી શકતાં નથી.
છ સર્વવિરતિ સમ્યદૃષ્ટિ ગુણસ્થાન પાંચમા ગુણસ્થાને શરૂ થયેલો મન, વચન તથા કાયાનો સંયમ પ્રગટપણે વ્યવસ્થિત વિકાસ આરાધી પૂર્ણતાએ પહોંચે ત્યારે છેલ્લું ગુણસ્થાન આવે છે. તે વખતે અંતરંગથી સ્વછંદનો રોધ થઈ મન, વચન તથા કાયા પ્રભુને સોંપાય છે. પ્રભુની આજ્ઞા અનુસાર ચાલવાનો નિયમ જીવ ભાવથી સ્વીકારે છે. અને સંસાર ભોગવવાની વૃત્તિ ક્ષીણ થાય છે ત્યારે છઠ્ઠ ગુણસ્થાન પ્રગટે છે. સંસારનાં સુખો ભોગવવાની વૃત્તિ અહીં છૂટતી હોવાથી, અને ગુરુ આજ્ઞાએ ચાલવાની વૃત્તિ દઢ થઈ હોવાથી, આ ગુણસ્થાને જીવ
૧૨૬