________________
ક્ષમાપના
લીધે જીવ બે ઘડીમાં સાતે પ્રકૃતિનો ક્ષય કરી, “ક્ષાયિક સમકિત'ની પ્રાપ્તિ કરે છે. આ સમકિતનો એવો મહિમા છે કે તેની પ્રાપ્તિ પછી જીવને મોક્ષ મેળવવા માટે વધુમાં વધુ ત્રણ ભવ થાય છે. ચોથા, પાંચમા કે છઠ્ઠા ગુણસ્થાને જીવ ક્ષાયિક સમકિત લઈ શકે છે, તે પહેલાં કે પછીના ગુણસ્થાને ક્ષાયિક લેવાતું નથી.
ચોથા ગુણસ્થાને આત્માના અનંત ગુણોમાના પ્રત્યેક ગુણના અંશનો અનુભવ થાય છે. આત્માનો એક પણ ગુણ એવો નથી કે જેનો આંશિક અનુભવ જીવને ચોથા ગુણસ્થાને થયો ન હોય (સર્વગુણાંશ તે સમ્યત્વ). આ અંશે મળેલા ગુણોનો જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ જીવ ગુણસ્થાન ચડતો જાય છે. સ્વચ્છેદે પરભાવમાં રાચતો જીવ, સ્વચ્છંદનો ત્યાગ કરી, સ્વમાં જોડાય છે, સ્વમાં રમે છે – એ આ ગુણસ્થાનની લાક્ષણિકતા છે.
આ ગુણસ્થાને જીવ જાણે છે કે વ્રત, નિયમ, સંયમ એ સ્વકલ્યાણાર્થે ખૂબ ઉપકારી છે, તેમ છતાં તેનું તે પાલન કરી શકતો નથી. તેથી આ ગુણસ્થાન “અવિરતિ” – જ્યાં ત્યાગ નથી તેવા ગુણસ્થાન તરીકે ઓળખાય છે.
પાંચમું દેશવિરતિ સમ્યક્દષ્ટિ ગુણસ્થાન આ ગુણસ્થાન દેશવિરતિ સમ્યક્દષ્ટિ ગુણસ્થાન કહેવાય છે. એટલે કે ચોથા ગુણસ્થાને સમ્યક્દર્શન મેળવ્યા પછી જ વિકાસ કરીને જીવ આ ગુણસ્થાને આવી શકે છે. ચોથા ગુણસ્થાને આવેલી અનુભવ સહિતની સાચી સમજણને વિશેષ વિશુદ્ધ કરી જીવ પોતાના ગુણોનો વિકાસ સાધે છે. એમ કરવા માટે તે પોતાને વર્તતા સ્વચ્છંદનો સંયમ વધારે છે. જે પ્રવૃત્તિથી વિશેષ નુકશાન થાય તેવી રીતે તે પોતાનાં મનને વર્તવા દેતો નથી. અંતમાં દુઃખ તરફ ઘસડી જતાં અને આરંભમાં પ્રિય લાગતાં એવા કેટલાયે કાર્યોનો તથા ભાવોનો નકાર તેને અંતરથી વર્તે છે. આ અંતરંગ નકાર તેનાં બાહ્ય જીવનમાં પણ ડોકિયાં કરી જાય છે. પોતાનાં સુખ માટે તે અમુક નિયમોનું પાલન કરવાનું શરૂ કરે છે, તેથી બાહ્યમાં પણ કેટલાંક દ્રવ્યોનો ત્યાગ તેના જીવનમાં જોવા મળે છે. એમ કરવામાં તે ગુરુની આજ્ઞાનું પાલન અમુક અંશે સહૃદયતાથી
૧૨૫