________________
કેવળી પ્રભુનો સાથ
પ્રકૃતિ – નો ઉદય થવાનો યોગ આવે ત્યાં જ તેનો નાશ જીવ કરી નાખે છે, તેને ઉદિત થવા દેતો નથી, અને પોતાનું સમકિત ટકાવી રાખે છે. જો જીવ ગાફેલ રહે અને કદાચિત એમાનાં કોઈ કર્મનો ઉદય થઈ જાય તો તે જીવનું જ્ઞાન માઈ જાય છે, એટલે કે એ ઉદયમાં ભાન ભૂલી જીવ એ કર્મોની સ્થિતિ એક ક્રોડાક્રોડી સાગરોપમથી વિશેષ કરી નાખે છે. તેનાં ફળ રૂપે તે જીવનું સંસાર પરિભ્રમણ ખૂબ વધી જાય છે. ઉત્કૃષ્ટતાએ આ કાળ અર્ધપુદ્ગલ પરાવર્તનનો કહ્યો છે. અપવાદરૂપે બનતા આ કાર્ય વિશે સાવચેત રહેવું આવશ્યક છે.
એક વખત સમકિત પામ્યા પછી જીવ, તેના શુભ ભાવો અને શુભ પ્રવૃત્તિ વધારતો જાય છે. તેથી તે વારંવાર થોડા થોડા કાળ માટે શૂન્યતાનો અનુભવ કરી શકે છે. આ શૂન્યાવસ્થામાં જીવ પોતાના ભાવોને આધારે, પોતાને સતાવતા બળવાન કર્મોનો નાશ કરવા પ્રવૃત્તિ કરે છે. તેથી પ્રત્યેક શૂન્યતા વખતે એનાં કર્મોની સ્થિતિ નાની થતી જાય છે. અને શૂન્યાવસ્થામાંથી નીકળી પરભાવમાં પ્રવર્તે ત્યારે તે કર્મ સ્થિતિ વર્ધમાન થતી જાય છે. આમ ચારિત્રમોહ તથા દર્શનમોહની પ્રકૃતિની હાનિવૃદ્ધિ ક્ષયોપશમ સમકિતમાં થયા જ કરે છે. આ સામે શ્રી પ્રભુનું વચન છે કે એક વખત સમકિત પ્રાપ્ત કર્યા પછી, મોક્ષ પ્રાપ્ત કરવામાં વધુમાં વધુ પંદર ભવ જીવને લાગે છે. જ્ઞાન વસ્યું ન હોય તો કોઈને પણ સોળ ભવ થાય નહિ. આને આધારે આપણે કહી શકીએ કે જ્ઞાન લીધા પછી જીવને કર્મવૃદ્ધિ કરતાં કર્મક્ષય વધારે થતો હોય છે. જો અપરાધ કરીને જીવ જ્ઞાન વમી નાખે તો પણ તેને અધપુદ્ગલ પરાવર્તન કાળથી વિશેષ પરિભ્રમણ હોઈ શકતું નથી. આવો અદ્ભુત મહિમા સમકિતનો છે.
વારંવાર શૂન્યતાનો અનુભવ કરી કર્મહાનિ કરતાં રહેતાં જીવને એવી સ્થિતિ આવે છે કે ચારિત્રમોહનીયની અનંતાનુબંધી ચોકડી અને દર્શનમોહની ત્રણે પ્રકૃતિ - એમ સાતે પ્રકૃતિનો પૂર્ણતાએ ક્ષય થઈ જાય. આ સ્થિતિએ પહોંચતા પહેલાં જીવને સંસારનો ખૂબ નકાર આવે છે, આત્મરુચિ અત્યંત બળવાન થાય છે. અમુક કાળ સુધી આત્મા સિવાયની કોઈ પણ વસ્તુમાં રુચિ કે રસ રહેતાં નથી. આ બળવાનપણાને
૧૨૪