________________
ક્ષમાપના
સમકિત હોય છે ત્યાં સુધી તે પહેલા, બીજા, ત્રીજા અને ચોથા ગુણસ્થાન વચ્ચે રમ્યા કરે છે. ત્રીજા ગુણસ્થાને યથાપ્રવૃત્તિકરણ કરી, સર્વ કર્મોને એક ક્રોડાક્રોડી સાગરોપમકાળથી ન્યૂન કરી તે જીવ ચોથા ગુણસ્થાને આવે છે. આવી ક્રિયા અનેકવાર જીવ કરતો રહે છે.
પ્રત્યેક જીવને ત્રીજા ગુણસ્થાન સુધી મોહનીય કર્મ બહુ બળવાન હોય છે. જીવ પોતે બાંધેલાં મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને ઘટાડતાં ઘટાડતાં, જ્યારે પોતાનાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા તથા લોભની સ્થિતિને એક ક્રોડાક્રોડી સાગરોપમ જેટલી નાની કરે છે, ત્યારે તેનામાં દેહેંદ્રિયથી પર બની શૂન્યાવસ્થામાં જવાની શક્તિ પ્રાપ્ત થાય છે. આ શક્તિનો લાભ લઈ જીવ શૂન્યતામાં જાય છે, એટલે કે ઇન્દ્રિયાદિ સાથેનું જોડાણ ત્યાગી સ્વસ્વરૂપમાં તે એકાકાર બને છે. આ શૂન્યાવસ્થામાં તે અનંતાનુબંધી કર્મની સ્થિતિ ટૂંકાવવા પ્રયત્નવાન રહે છે. આ કર્મ તોડતાં તોડતાં, કોઈ કષાયનો કે દર્શનમોહની કોઈ પ્રકૃતિનો કે અંતરાય કર્મનો ઉદય તેને આવે તો તેની શૂન્યતા છૂટી જાય છે. શૂન્યતા છૂટતાં તેનાં વિભાવો જોર કરે છે અને ઘટાડેલી કર્મસ્થિતિ પાછી વધે છે. આ પ્રકારે કર્મસ્થિતિમાં સતત હાનિવૃદ્ધિ થયા કરે છે. પ્રભુકૃપાથી તેમ જ ગુરુકૃપાથી એ જીવ વિશેષ પુરુષાર્થી બની અનંતાનુબંધી ચોકડી અને દર્શનમોહની ત્રિપુટિના પચાસ ટકાથી વધારે કર્મોનો નાશ કરવા ભાગ્યશાળી બને છે ત્યારે તે જીવ પહેલવહેલી વખત શૂન્યતાની અડતાલીસ મિનિટ પૂરી કરી શકે છે. અને ત્યારથી તેને ત્રીજા ગુણસ્થાને ઉતરવાનું રહેતું નથી. મોહનીય કર્મના ચારિત્રમોહની અનંતાનુબંધી ચોકડી અને દર્શનમોહની ત્રિપુટીના મુખ્યતાએ ક્ષયવાળી સ્થિતિને ‘ક્ષયોપશમ સમકિત’ એવી સંજ્ઞા શ્રી પ્રભુએ આપી છે. કારણ કે પ૦ લાખ સાગરોપમથી ઓછા કાળનાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ તથા મિશ્ર, મિથ્યાત્વ કે સમ્યકત્વ મોહનીય તે જીવને ઉપશમ રૂપે રહ્યાં હોય છે અને બાકીનાનો - તેથી વધારાના કર્મોનો ક્ષય તેણે કર્યો હોય છે. આમ અમુક ક્ષય અને અમુક ઉપશમ વાળી સ્થિતિ આ અવસ્થાએ રહેતી હોવાથી તે ક્ષયોપશમ સમકિત તરીકે ઓળખાય છે. સત્તાગત કર્મો – અનંતાનુબંધી ચોકડી કે દર્શનમોહની મિથ્યાત્વ
૧૨૩