________________
કેવળી પ્રભુનો સાથ
ચોથું અવિરતિ સમ્યક્દષ્ટિ ગુણસ્થાન દેહ, ઇન્દ્રિય આદિ સર્વ પરપદાર્થોથી આત્માની સ્પષ્ટ ભિન્નતાની અનુભૂતિને શ્રી ભગવાને સમ્યક્દર્શન કર્યું છે. પહેલા ગુણસ્થાને જે મિથ્થામાન્યતા પ્રવર્તતી હતી, તેનું સમ્યમાન્યતામાં પલટાવાપણું આવે છે. આત્માનાં અસ્તિત્વ, નિત્યત્વ, કર્તૃત્વ, ભોકતૃત્ત્વ આદિ પદો અનુભવપૂર્વક સમજાય છે, અને એની સ્પષ્ટતા એવી હોય છે કે સામાન્ય રીતે તે અનુભવનાં શ્રદ્ધાનમાં ફેરફાર થતો નથી. દર્શન એટલે શ્રદ્ધાન, સમ્યક્દર્શન એટલે આત્મા સંબંધી સાચું શ્રદ્ધાન. સમ્યકજ્ઞાન એટલે તત્ સંબંધી સાચી સમજણ, કે જ્ઞાન.
જીવ જ્યારે દેહ તથા ઇન્દ્રિયો સાથેનું એકપણું ત્યાગી પોતામાં એકાકાર – એકરૂપ થાય છે ત્યારે તે શૂન્યતામાં છે એમ કહેવાય છે. પુરુષાર્થ કરતાં, આવો ઇન્દ્રિયો અને દેહથી પર થઈ સ્વાનુભવમાં રહેવાનો અવસર થોડીક ક્ષણો કે મિનિટ માટે જ જીવને રહે છે, અને કર્મોદયના પ્રભાવથી તે જીવ પાછો દેહ અને ઇન્દ્રિયો સાથે એકરૂપ થઈ, વ્યવહાર પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે, જીવની સ્વમાં એકાકારતાવાળી પાંચ મિનિટથી વધારે સમયની શૂન્યતા તે ઉપશમ સમ્યક્ત્વ છે. તેનાથી ઓછા કાળની શૂન્યતા તે નિશ્ચયથી વ્યવહાર સમકિત છે. આ બંને સમકિતની ખાસિયત એ છે કે જીવ શૂન્યતામાંથી બહાર નીકળે છે તે જ ક્ષણે તે ચોથા ગુણસ્થાનથી ઊતરી પહેલા ગુણસ્થાને આવી જાય છે. જેટલા કાળ માટે તે શૂન્ય રહે તેટલા કાળ માટે જ તેનું ચોથું ગુણસ્થાન રહે છે, તે પછી તેનું ચોથું ગુણસ્થાન છૂટી જાય છે.
આવી પાંચ મિનિટથી વધારે અને અડતાલીસ મિનિટથી ઓછા કાળ માટે રહેતી શૂન્યતા ઉપશમ સમકિત કહેવાય છે. ઉપશમ સમકિતમાં જીવ પોતાનાં મોહનીય કર્મને સર્વથા ઉપશમાવી આત્મશાંતિનો અનુભવ કરે છે. કર્મને દબાવી સત્તાગત રાખવાનું કાર્ય અંતમુહૂર્તથી વધારે કાળ માટે જીવ કરી શકતો નથી. અંતમુહૂર્તકાળ વીતતાં કોઈને કોઈ કર્મનો ઉદય આવે જ છે અને જીવ સમાધિમાંથી બહાર નીકળી ત્રીજા ગુણસ્થાને થઈ પહેલા ગુણસ્થાને આવે છે. આમ જીવને જ્યાં સુધી ઉપશમ
૧૨૨