________________
કેવળી પ્રભુનો સાથ
ઘણી ગાઢી થાય છે અને કર્મ નિર્જરા ઘણી ઝડપથી થાય છે. તેમ છતાં એમ કહી શકાય કે ચાર, પાંચ અને છઠ્ઠા ગુણસ્થાને જીવને પૂર્ણ નિર્વિકલ્પપણું નથી, અને શૂન્યતાની બહાર નીકળતાંની સાથે જ પ્રગટ વિકલ્પ સાથે જીવનું અનુસંધાન થઈ જાય છે. જીવ જ્યારે આ સૂક્ષ્મ પ્રકારના શુભ વિચારથી પણ અમુક સમય માટે મુક્ત થાય છે ત્યારે તે સાતમાં ગુણસ્થાનનો અનુભવ કરે છે. જેટલા સમય માટે જીવ નિર્વિકલ્પ રહે તેટલા સમય માટે તે સાતમા અપ્રમત્ત ગુણસ્થાને છે એમ કહી શકાય. વિકલ્પ સાથેનું જીવનું જોડાણ તેના પ્રમાદને કારણે છે, તે પ્રમાદ જતાં જીવને અપ્રમત્ત અવસ્થા પ્રાપ્ત થાય છે.
સાતમા ગુણસ્થાને જીવને ઘાતકર્મો પ્રગટપણે ઉદયમાં હોતા નથી. આ સમય દરમ્યાન જે જે ઘાતકર્મો ઉદયમાં આવે તેમ હોય તે બધાં ખરી જાય છે, અને જીવને તેનું વેદવાપણું અનુભવાતું નથી. જ્યાં સુધી જીવનું વીર્ય કામ કરે છે ત્યાં સુધી તેનાં કર્મો દબાયેલાં રહે છે, ઉદયમાં આવી શકતાં નથી. આવી કર્મની સ્થિતિ અંતમુહૂર્ત માટે ટકે છે. ઘાતી કર્મોનો પૂર્ણક્ષય થાય નહિ ત્યાં સુધી જીવનું વીર્ય અંતર્મુહૂર્તથી વધારે સમય માટે કર્મોના ઉદયને રોકી શકતું નથી. અંતર્મુહૂર્તકાળ પછી કોઈ અને કોઈ ઘાતકર્મનો ઉદય થાય છે અને જીવ સવિકલ્પ અવસ્થામાં આવી જાય છે. તે વખતે જીવ સાતમા ગુણસ્થાનથી ચુત થઈ છઠ્ઠા ગુણસ્થાને આવી જાય છે. ફરીથી પુરુષાર્થ કરી જીવ સાતમા ગુણસ્થાને જાય છે. આમ આગળ વધતાં પ્રત્યેક જીવ અમુક કાળ માટે છઠ્ઠા સાતમાં ગુણસ્થાન વચ્ચે રમ્યા કરે છે.
જીવ જ્યારે સાતમા ગુણસ્થાને અપ્રમત્ત અવસ્થા માણે છે ત્યારે કેવળીપ્રભુને રહેતા આત્માનુભવનું વદન તે કરે છે. ફરક એ કે કેવળીપ્રભુને ઘાતી કર્મોનો પૂર્ણ ક્ષય હોય છે ત્યારે સાતમાં ગુણસ્થાનવર્તીને ઘાતકર્મો સત્તાગત હોય છે, ઉદયમાં હોતા નથી. આ ગુણસ્થાનની બીજી વિશેષતા એ છે કે જીવ જેટલા સમય માટે સાતમા ગુણસ્થાને એક વખત ટકે છે, તેટલા જ કાળ માટે કે તેથી વધારે કાળ માટે તે સાતમા ગુણસ્થાનને બીજી વાર સ્પર્શે ત્યારે ટકે છે. કોઈ જીવ વિકાસ કરી પાંચ મિનિટ માટે સાતમા ગુણસ્થાને રહ્યો હોય તો, તે પછી જ્યારે પણ સાતમા ગુણસ્થાનનો સ્પર્શ કરે
૧૩)