________________
તેને આંતરસંયમ આવે વા ન પણ આવે. દ્રવ્યસંયમને કારણે બાહ્યત્યાગ હોય છે, પરંતુ આંતરસંયમ ન હોવાથી સંસારસુખની અભિપ્સા મનમાંથી જતી નથી. તે પરપદાર્થના વિચારોમાં જીવને રોકી રાખે છે અને નવીન કર્મબંધ કરાવી સંસારવૃદ્ધિમાં ખેંચી જાય છે. બીજી બાજુ જેને આંતરસંયમ આવ્યો હોય છે તેની સંસારસુખની અભિપ્સા મનથી છૂટી ગઈ હોય છે તેથી ભોગસામગ્રી પ્રત્યક્ષ હોવા છતાં તેનું મન ચવિચળ થતું નથી, સ્થિર રહે છે. તેથી તેનો ઉપભોગ પણ કર્મનિવૃત્તિરૂપ બને છે. એટલે તો શ્રી પ્રભુએ જણાવ્યું છે કે અનંતવાર દ્રવ્યચારિત્ર ગ્રહણ કર્યા પછી પણ જીવને અનંત જન્મમરણ બાકી હોઈ શકે છે, ત્યારે આંતરચારિત્ર સાથેનું એક જ વખતનું ઉત્તમ બાહ્યચારિત્ર મુક્તિ માટે પૂરતું થાય છે. તે પરથી સમજાય છે કે બેમાં આંતરસંયમ વિશેષતાએ લાભરૂપ અને મોક્ષનાં કારણરૂપ છે.
ક્ષમાપના
સાતમું અપ્રમત્તસંયત ગુણસ્થાન
શ્રી તીર્થંકર ભગવાન જણાવે છે કે જીવ આત્માસંબંધી અજાગૃત અવસ્થામાં રહી, પ્રમાદવશ સંસારમાં પરિભ્રમણ કરે છે. ચોથા ગુણસ્થાને જીવને આત્માનુભવ થતો હોવાથી તેનો પ્રમાદ ઘટે છે. છઠ્ઠા ગુણસ્થાને મન, વચન તથા કાયાનું મારાપણું તૂટતાં તે પ્રમાદ અલ્પ થાય છે. તેમ છતાં એ ગુણસ્થાને ભક્ત અને ભગવાન વચ્ચે ભેદરેખા પ્રવર્તે છે, તેમાં બંનેનું એકત્વ થયું હોતું નથી. તે અલ્પપ્રમાદ સાતમા ગુણસ્થાને ચાલ્યો જાય છે. તેથી આ ગુણસ્થાન ‘અપ્રમત્ત’ પ્રમાદ રહિત ગુણસ્થાન કહેવાય છે.
-
ચોથા ગુણસ્થાને જીવને ઇન્દ્રિયાતીતપણાનો સ્વાનુભવ થાય છે, તે વખતે તે બાહ્યથી વિચારરહિત સ્થિતિમાં જણાય છે. પરંતુ શ્રી કેવળીપ્રભુનાં જ્ઞાન પ્રમાણે તે જીવને સૂક્ષ્મ શુભ વિચારો પ્રવર્તતા હોય છે. આ શુભ વિચારના પ્રમાણમાં તેને પ્રમાદ હોય છે. પાંચમા ગુણસ્થાને આ કેવળીગમ્ય સૂક્ષ્મ વિચારો વિશેષ સૂક્ષ્મતા ધારણ કરે છે અને એ પ્રમાણમાં જીવની શૂન્યતા ગાઢી થાય છે. જેટલી શૂન્યતા ગાઢી તેટલા પ્રમાણમાં કર્મ નિર્જરા ઝડપી હોય છે. છઠ્ઠા ગુણસ્થાને આ કેવળીગમ્ય વિચારો અતિસૂક્ષ્મરૂપ ધારણ કરે છે, સ્વચ્છંદ મહદ્ અંશે તૂટયો હોવાથી શૂન્યતા
૧૨૯