________________
કેવળી પ્રભુનો સાથ
આનાથી ઉલટું કેટલીક વાર એમ બને છે કે આત્માની વિશુદ્ધિ કરવાનો અંતરંગ પુરુષાર્થ બળવાન હોવાને કારણે કોઈ જીવ ભાવથી છઠ્ઠા ગુણસ્થાને પહોંચી જાય છે (મન, વચન તથા કાયાનું મમપણું ત્યાગી તેની સોંપણી આપ્તપુરુષને કરે છે, પરંતુ બાહ્યથી તે ગૃહસ્થ વેશે જ હોય છે. તેને એક પછી એક એવાં કર્મનાં ઉદયો સતાવતા હોય છે કે ઇચ્છા હોવા છતાં સર્વસંગપરિત્યાગી થઈ શકે નહિ. સર્વસંગપરિત્યાગ કરવા જતાં અન્ય કેટલાય એવા અપરાધમાં તે જઈ પડે કે ઘણાં નવાં બંધ તેને વધી જાય, એટલે ફરજની બજવણી કરવા માટે તેને ગૃહસ્થ વેશને ભજવો પડે. એ કક્ષાએ તે જીવ ભાવથી છઠ્ઠા અને દ્રવ્યથી ચોથા કે પાંચમા ગુણસ્થાને વર્તે છે. તે કર્મભાર હળવો થતાં તે જીવ સર્વસંગ પરિત્યાગ કરી દ્રવ્યથી પણ છઠ્ઠ ગુણસ્થાન મેળવે છે.
જીવ દ્રવ્ય અને ભાવ એમ બંને રીતે છઠ્ઠા ગુણસ્થાને હોય તે ઉત્તમ અવસ્થા છે. પરંતુ એકથી છઠું અને બીજાથી ચોથું કે અન્ય કોઈ ગુણસ્થાન જીવને હોય તો અંતર બાહ્ય ભિન્નતાનો સંઘર્ષ તે જીવને વેદવો પડે છે. જીવ દ્રવ્યથી છઠ્ઠા ગુણસ્થાને અને ભાવથી તેનાથી નીચલી કક્ષાના ગુણસ્થાને હોય છે ત્યારે તેના મનમાં સંસારસુખની વૃત્તિઓ રમ્યા કરે છે, અને બાહ્યથી સંસાર સુખનો ત્યાગ હોવાથી અંતરંગમાં તે વૃત્તિઓને કારણે મંથન ચાલે છે. અને પરિણામે ખેદ વેદે છે. જીવ ભાવથી છઠ્ઠા ગુણસ્થાને હોય અને દ્રવ્યથી તેનાથી નીચેની કક્ષાએ હોય તેને પણ અંતરંગમાં સંઘર્ષ વેદી ખેદ ભોગવવો પડે છે, કારણ કે સંસાર પ્રવૃત્તિઓનો તેને મનથી ત્યાગ હોય છે છતાં બાહ્યથી ભરપૂર સંસારપ્રવૃત્તિ તેને કરવી પડે છે. આમ આંતર બાહ્ય કક્ષામાં જ્યારે અંતર વર્તે છે ત્યારે જીવને કઠણાઈમાંથી પસાર થવું પડે છે. એથી પુરુષાર્થથી તે બંને સ્થિતિ એકરૂપ ન થાય ત્યાં સુધી આ જાતની કઠણાઈનો અંત આવી શકતો નથી.
આંતર અને બાહ્યસંયમ બંને એકસાથે આવે એવું તો ભાગ્યે જ બને, તો બંનેમાં પહેલા કયા સંયમને ઇચ્છવો? જે જીવને પહેલા આંતરસંયમ આવે છે તેને દ્રવ્યથી સંયમ પ્રગટતા લાંબો કાળ વ્યતીત થતો નથી, જે જીવને બાહ્યસંયમ પહેલા આવે છે
૧૨૮