________________
ક્ષમાપના
ત્યારે તે પાંચ મિનિટ કે તેથી વધારે સમય માટે ત્યાં ટકે. આ સાતમા ગુણસ્થાનની વિશેષતા કહી શકાય. આ ધ્યાનને શુક્લધ્યાન કહે છે. તે પહેલાના ગુણસ્થાને વર્તતાં ધ્યાનને ધર્મધ્યાન કહેવામાં આવે છે.
ધર્મધ્યાનમાં સ્થિર રહેવાનો સમય નિયત નથી. એક જીવ ધર્મધ્યાનમાં બે મિનિટ, બાર મિનિટ, અડતાલીસ મિનિટ, દશ મિનિટ એમ અનિયત કાળસ્થિતિએ ટકે છે. ત્યારે શુક્લધ્યાનમાં તે સ્થિતિ નિયત છે. કાં જીવ એક દશાએ ટકે અથવા આગળ વધે. ચોથાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી જીવને ધર્મધ્યાન વર્તે છે, સાતમાથી ચૌદમા ગુણસ્થાન સુધી જીવને શુક્લધ્યાન વર્તે છે. તેમાં પણ તરતમપણું હોય છે.
આ ગુણસ્થાને પુરુષાર્થ કરી જીવ શ્રેણિ માંડવાની તૈયારી કરી શકે છે, જેમાં આત્માની ઘણી વિશુદ્ધિ પ્રવર્તતી હોય છે.
આઠમું નિવૃત્તિબાદર ગુણસ્થાન (અપૂર્વકરણ)
આ ગુણસ્થાનથી શ્રેણી શરૂ થાય છે. આઠમાથી તેરમા ગુણસ્થાન સુધીનો વિકાસ જીવ માત્ર બે ઘડીમાં કરી શકે છે તેથી તે શ્રેણી કહેવાય છે. આઠમાથી બારમા ગુણસ્થાન સુધીનાં દરેક સ્થાને જીવ વધુમાં વધુ અંતર્મુહૂર્તકાળ સુધી રહે છે અને ઓછામાં ઓછો એક સમય ટકે છે.
જીવ પહેલા ગુણસ્થાને અનંતકાળ સુધી પણ રહી શકે છે. બીજા, ત્રીજા ગુણસ્થાને અંતર્મુહૂર્તકાળ રહે છે. ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાને અંતર્મુહૂર્તથી ઘણો વિશેષ કાળ જીવ રહે છે. તેમા ગુણસ્થાને આયુષ્યના અંત સુધી રહે છે.
શ્રેણી બે પ્રકારે કહી છે: ઉપશમ અને ક્ષપક.
જે જીવ કર્મનાં દળનો પૂર્ણ ક્ષય ન કરતાં, અમુક અંશે દબાવતો આઠમા ગુણસ્થાનથી આગળ વધે છે, તે જીવ ઉપશમ શ્રેણીએ ચઢે છે તેમ કહેવાય. ઉપશમ કરવું એટલે શાંત કરવું. કર્મને સત્તામાં દબાવી રાખવા અને ઉદયમાં ન આવવા દેવા તે કર્મ ઉપશમ કર્યાં કહેવાય. આમ ઉપશમ શ્રેણીએ ચઢતો જીવ આઠ, નવ, દશ
૧૩૧