________________
કેવળી પ્રભુનો સાથ
ગુણસ્થાનથી આગળ વધી અગ્યારમા ગુણસ્થાને આવે છે. એ ગુણસ્થાને બધાં કર્મને ઉપશમાવી જીવ પ્રબળ શાતાનું વેદન કરે છે. અંતમુહૂર્તકાળમાં ઉપશાંત થયેલાં કર્મોમાંથી કોઈકનો ઉદય આવે છે અને તે જીવ વિચાર સ્થિતિ મેળવી ક્રમથી નીચે ઉતરી જાય છે. અગ્યારમેથી લથડેલો જીવ વહેલામાં વહેલો છઠ્ઠા ગુણસ્થાને અટકે છે. ત્યાં ન અટકે તો ચોથે અથવા ઠેઠ પહેલા ગુણસ્થાને આવે છે. આમ થતાં તેનું ભવભ્રમણ વધી જાય છે. ક્ષાયિક સમકિત લીધા પછી જે જીવ ઉપશમ શ્રેણીમાં ચઢે છે તે અગ્યારમેથી લથડી છઠ્ઠા સુધી જ નીચે આવે છે. તેથી નીચેના ગુણસ્થાને જતો નથી. કોઈ પણ જીવ વધુમાં વધુ એક ભવમાં ત્રણ વખત શ્રેણી માંડી શકે છે. નહીં તો પછીના ભાવમાં શ્રેણી માંડવાનો પ્રસંગ આવે; જો ત્રણે વખત તે જીવે ઉપશમ શ્રેણી માંડી હોય તો. ક્ષયોપશમ સમકિતવાળો જીવ ઉપશમ શ્રેણીમાંથી લથડી મિથ્યાત્વમાં જાય તો ઘણું કરીને ત્રણથી પંદર ભવ તેને મુક્તિ મેળવતાં થાય છે.
જે જીવ ક્ષપક શ્રેણીએ આગળ વધે છે, તે જીવ ઉદિત થતાં અને ઉદિત થવાનાં સર્વ કર્મનો ક્ષય કરતો કરતો પ્રગતિ કરે છે; તે અપ્રમાદી રહી આઠ, નવ, દશ ગુણસ્થાને આવી, બારમા ગુણસ્થાને કૂદકો મારે છે. બારમાના અંતે ઘાતકર્મોનો પૂર્ણ ક્ષય કરી તેમાં ગુણસ્થાને આવે છે. આ શ્રેણીમાં કોઈ પણ કર્મને દબાવવાનો અવકાશ જ નથી, માત્ર ક્ષય કરવો જ અનિવાર્ય છે. ક્ષાયિક સમકિત લીધા પછી જ જીવ ક્ષપક શ્રેણિમાં જઈ શકે છે. ક્ષયોપશમ સમકિતી, ક્ષપકશ્રેણિમાં અનંતાનુબંધી કષાયનો ક્ષય થઈ શકતો ન હોવાથી, ક્ષપક શ્રેણિ માંડી શકતો નથી.
આ ગુણસ્થાન ‘નિવૃત્તિ બાદર’ ગુણસ્થાન તરીકે ઓળખાય છે. બાદર એટલે મોટું. મોટા કર્મનાં ઉદય જ્યાં સંભવી શકતાં નથી એટલે કે જીવ જ્યાં તેનાથી નિવૃત્ત થયો છે, તે ‘નિવૃત્તિ બાદર’ ગુણસ્થાન તરીકે ઓળખાય છે.
આ ગુણસ્થાનને “અપૂર્વ કરણ” ગુણસ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે. પૂર્વે પ્રાપ્ત થયાં નહોતાં તેવાં શુદ્ધ આત્મપરિણામ આ ગુણસ્થાને જીવને મળે છે તેથી
૧૩૨