________________
ક્ષમાપના
તે અપૂર્વકરણ તરીકે ઓળખાય છે. એ જ રીતે પૂર્વે નહિ થયેલા એવા સ્થિતિઘાત, રસઘાત, ગુણ શ્રેણિ, ગુણ સંક્રમણ અને અપૂર્વ સ્થિતિબંધ એ પાંચ ક્રિયા થતી હોવાથી “અપૂર્વ કરણ” કહેવાય છે. આ ગુણસ્થાનથી જીવ, આત્માના પ્રદેશો પર ચીટકી રહેલાં અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની તથા સંજ્વલન મોહનીય કર્મનાં પરમાણુઓને તથા અન્ય ઘાતી કર્મોનાં પરમાણુઓને નિર્જરાવવાનો જબરો પુરુષાર્થ કરે છે.
નવમું અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાન સંપરાય એટલે કષાય. અને બાદર એટલે ધૂળ અથવા મોટા. જે કષાયોનો પૂર્ણ નાશ કરવાનો પુરુષાર્થ જીવે આઠમા ગુણસ્થાને ઉપાડ્યો હતો, તેમાં ઘણી સફળતા મળી હોવા છતાં પૂર્ણતાની પ્રાપ્તિ થઈ નથી, અને તે પ્રાપ્તિ માટે આગળ વધવાનું છે તે સૂચવવા આ ગુણસ્થાનને ‘અનિવૃત્તિ બાદર સંપરાય” ગુણસ્થાન તરીકે ઓળખાવ્યું છે.
આઠમા ગુણસ્થાનથી જીવ ઘાતી કર્મોનો સંહાર જે રીતે કરે છે તે રીતે પ્રત્યેક ક્ષણે તેની વિશુદ્ધિ ઘણી વધતી જાય છે. આવી વિશુદ્ધિ વધારતો જીવ ક્ષપક શ્રેણિએ આગળ વધે છે, તેને આત્માના પ્રત્યેક પ્રદેશનાં દર્શન સ્પષ્ટ થતાં જાય છે, તેથી તે પર ચીટકેલાં ઘાતી કર્મનાં પ્રત્યેક પરમાણુઓને ખેરવવાનો અવકાશ તેને મળે છે. પરંતુ ઉપશમ શ્રેણિએ જતા જીવને આવો પ્રત્યક્ષ પ્રદેશ દર્શનનો અભાવ હોવાથી, આત્મપ્રદેશો જથ્થા રૂપે જણાતા હોવાથી કોઈ કોઈ કર્મપરમાણુઓ આત્મપ્રદેશ પર ચીટકેલાં રહી જાય છે, જે અગ્યારમાં ગુણસ્થાને ઉદયમાં આવી જીવને પતિત કરે છે.
નિવૃત્તિ એટલે ભિન્નતા અને બાદર એટલે સ્થૂળ. સ્થૂળ કષાયની તરતમતાને આધારે જ્યારે જીવોની ભિન્નતા સ્પષ્ટપણે કરી શકાય તે અવસ્થા નિવૃત્તિનાદર (આઠમું) ગુણસ્થાન. અને જે અવસ્થામાં સ્થૂળ કષાયને આધારે જીવોની ભિન્નતા કરી ન શકાય તે અનિવૃત્તિનાદર ગુણસ્થાન (નવમું). આ ગુણસ્થાને કષાયની અત્યંત
૧૩૩