________________
કેવળી પ્રભુનો સાથ
મંદતા હોવાથી અધ્યવસાયના સ્થાનો ઓછાં થતાં જાય છે અને વિશુદ્ધિ વધતી જાય છે. તેથી કષાયની તરતમતાને આધારે ભિન્નતા કરી શકાતી નથી.
દશમું સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન કષાયોમાં સહુથી સૂક્ષ્મ પ્રકાર તે સંજ્વલન છે. શ્રેણિના આ ગુણસ્થાને બધા બાદર - સ્થૂળ કષાયોનો નાશ કરવા જીવ ભાગ્યશાળી થાય છે, અને તેના સૂક્ષ્મ સંજ્વલન કષાયો પણ નાશ પામતા જાય છે. આ કષાયો નાશ પામવાનો ક્રમ ક્રોધ, માન, માયા અને લોભ છે. પહેલાં ક્રોધ, પછી માન, તે પછી માયા અને અંતમાં લોભ કષાય ક્ષીણ થાય છે. આ પ્રકારે ક્ષેપક શ્રેણિમાં સૂમમાં સૂક્ષ્મ કષાય પણ હણાતા હોવાથી તેને સૂક્ષ્મ સંપરાય (કષાય) ગુણસ્થાન કહે છે. જ્યાં સુધી આ કર્મો પૂર્ણતાએ ક્ષય થતાં નથી, ત્યાં સુધી કષાયના અતિ સૂક્ષ્મ બંધ આત્માને આ ગુણસ્થાને પડે છે, અને અંતમાં બધાંનો ક્ષય આત્મા કરે છે, તે સૂચવે છે કે દશમા ગુણસ્થાને પ્રત્યેક આત્માને આશ્રવ કરતાં નિર્જરા ઘણી વધારે થાય છે.
જે આત્મા ઉપશમ શ્રેણિએ આગળ વધે છે તે પણ પ્રત્યેક સમયે આશ્રવ કરતાં નિર્જરા ઘણી વધારે કરતો હોય છે. તેમ છતાં કોઇક અપવાદરૂપ કષાય ક્ષીણ થવાને બદલે ઉપશમ પામે છે. અને દશમા ગુણસ્થાનને અંતે તે આત્મા એક સૂમ કષાયને પોતાના વીર્યથી દબાવી અગ્યારમા ઉપશાંત મોહ ગુણસ્થાને પ્રસ્થાન કરે છે. આ દબાયેલો કષાય જીવને પ્રમાદવશ બનાવી અગ્યારમા ગુણસ્થાને જીવના વીર્યને મંદ કરી ઉદિત થઈ જાય છે.
અગ્યારમું ઉપશાંતમોહ ગુણસ્થાન ઉપશમ શ્રેણિવાળો જીવ દશમાં ગુણસ્થાનથી આગળ વધી અગ્યારમા ઉપશાંત મોહ ગુણસ્થાને આવે છે. અહીં મોહનીય કર્મની કોઈ પણ પ્રકૃતિનો નવીન બંધ પડતો નથી. વીતરાગભાવને લીધે મોહનીય કર્મનાં પરમાણુઓ શાંત થઈ ગયા હોય છે. પૂર્વે બાંધેલાં અને ઉદયમાં ન આવવા દીધેલાં મોહનીય કર્મનો ઉદય, જીવનું વીર્ય
૧૩૪