________________
ક્ષમાપના
સ્કુરાયમાન થઈ કામ કરતું હોય ત્યાં સુધી થતો નથી, પરંતુ અંતમુહૂર્તકાળમાં જ તેના ઉદયનો એવો બળવાન ધક્કો જીવને લાગે છે કે તે પ્રબળ શાતાના ઉદયથી ગ્રુત થઈ, કેવળી સમાન વીતરાગતાના અનુભવને ત્યાગી અગ્યારમા ગુણસ્થાનથી નીચે ઊતરવા લાગે છે. અને ઊતરતાં ઊતરતાં પ્રત્યેક ગુણસ્થાને નવાં કર્મબંધ કરતો જાય છે. પ્રત્યેક સમયે તેનું સરાગપણું વધતું જાય છે. તેણે કરેલા પ્રમાદના પ્રમાણમાં તે છટ્ટા, ચોથા અથવા પહેલા ગુણસ્થાન સુધી નીચે આવે છે. જ્યાં અટકે ત્યાંથી ફરી ચડવાનો પુરુષાર્થ તેણે કરવાનો રહે છે. ક્ષેપક શ્રેણીએ આગળ વધતો જીવ આ ગુણસ્થાનને સ્પર્શતો નથી. ઉદિત થયેલ કષાય જીવને નવા કષાયરૂપ કર્મબંધમાં ખેંચી જાય છે, અને તેને પ્રમાદમાં ડૂબાડી ત્વરાથી ગુણસ્થાન ઊતારે છે. આવો જીવ ઊતરતી વખતે પ્રત્યેક સમયે કર્મનો જથ્થો ઘણી ઝડપથી વધારે છે.
બારમું ક્ષીણમોહ ગુણસ્થાન ક્ષપક શ્રેણિના દશમા ગુણસ્થાને ક્રોધ, માન, માયા અને લોભનો નાશ કરતાં કરતાં, દશમા ગુણસ્થાનના અંત ભાગમાં શેષ રહેલા લોભના અતિ અલ્પ પરમાણુને જ્ઞાનાવરણમાં રૂપાંતરિત કરી, દશમા ગુણસ્થાનથી આગળ વધી બારમા ક્ષીણમોહ ગુણસ્થાને આવે છે. આ ગુણસ્થાને મોહનીય કર્મનાં સૂક્ષ્માતિસૂમ કર્મો પણ ક્ષીણ થયા હોવાથી અન્ય ઘાતકર્મો પણ આ ગુણસ્થાને નાશ પામે છે. મોહને કારણે જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાય કર્મ બંધાય છે, તેથી જ્યાં સુધી મોહનું અસ્તિત્વ છે ત્યાં સુધી અન્ય ઘાતકર્મોના બંધ જીવને પડયા કરે છે. આથી શ્રેણિમાં દશમાં ગુણસ્થાન સુધી ઘાતકર્મોનો અત્યંત બળવાન ક્ષય થાય છે અને તેની સામે ઘાતકર્મોનો અત્યંત સૂક્ષ્મ નવો બંધ પણ જીવને થાય છે. બારમા ગુણસ્થાને મોહનો ક્ષય હોવાથી અન્ય સર્વ ઘાતકર્મો પણ ક્ષય થાય છે. આમ ચારે પ્રકારનાં ઘાતકર્મોનો આત્યંતિક નાશ કરી, ભવનાં બીજનો નાશ કરી, બારમાના અંતે આત્મા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. તેના બીજા જ સમયે કેવળદર્શન પણ મેળવે છે.
૧૩૫