________________
કેવળી પ્રભુનો સાથ
તેરમું સયોગી કેવળી ગુણસ્થાન
બારમા ગુણસ્થાનના અંતે ચારે પ્રકારનાં ઘાતીકર્મોનો ક્ષય થતાં આત્મા તેરમું સયોગી કેવળી ગુણસ્થાન પ્રાપ્ત કરે છે. તે વખતે આત્માને સંપૂર્ણ અવ્યાબાધ જ્ઞાન તથા દર્શન પ્રગટ થાય છે. તેનાથી એક પ્રદેશ, એક પરમાણુ અને એક સમયનું ત્રિકાલિક જ્ઞાન તેને ઉદ્ભવે છે. આત્માના અનંતે અનંત ગુણો અહીં પૂર્ણતાએ પ્રકાશે છે. છતાં ચાર અઘાતી કર્મોનો ભોગવટો તે શુદ્ધાત્માએ કરવાનો બાકી હોય છે, જે દેહના આયુષ્યની પૂર્ણતા વખતે પૂરો થાય છે. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી કેવળી ભગવંતને મન, વચન તથા કાયાનો યોગ રહે છે. તે પ્રત્યેક સાથે એક એક સમય માટે જોડાણ થાય છે. તે જોડાણને કારણે કોઈ જાતના ઘાતીકર્મનો બંધ સંભવતો નથી, જે કંઈ બંધ થાય છે તે મુખ્યતાએ શાતાવેદનીયનો હોય છે. તેઓ પહેલા સમયે તે બંધ બાંધે છે, બીજા સમયે તે બંધ વેદે છે અને ત્રીજા સમયે તે બંધની નિર્જરા કરે છે. આ ગુણસ્થાને આત્મા કેવળી પર્યાય વેદતો હોવાથી અને મન, વચન તથા કાયાના યોગ રહેતા હોવાથી, આ સ્થાન ‘સયોગી કેવળી ગુણસ્થાન' કહેવાય છે.
ચૌદમું અયોગી કેવળી ગુણસ્થાન
શ્રી કેવળી પ્રભુને આયુષ્યના છેલ્લા આઠ સમય બાકી રહે ત્યારે બીજા ત્રણ અઘાતીકર્મો નામ, ગોત્ર અને શાતા વેદનીયને એકસાથે ભોગવી લેવા ઉપરાંત આત્મા મન, વચન અને કાયાના યોગને રૂંધી નાખે છે. મન, વચન તથા કાયાના યોગ આ છેલ્લા અને ચૌદમા ગુણસ્થાને રુંધાતા હોવાથી આ અયોગી કેવળી ગુણસ્થાન કહેવાય છે. આ ગુણસ્થાનના છેલ્લા સમયે આત્મા દેહવિસર્જન કરી માત્ર એક જ સમયમાં સિદ્ધભૂમિ પહોંચી ત્યાં સ્થિર થઈ જાય છે. તે જગ્યાએ અનંતકાળ સુધી અડોલ અને અકંપ સ્થિતિમાં આત્મા અનંતજ્ઞાન તથા અનંતદર્શન સહિત વસે છે.
જ્યાં સુધી ગુણનો વિકાસ સંભવે ત્યાં સુધી જ ગુણસ્થાનક સંભવે ગુણોની પૂર્ણતા આવતાં ગુણસ્થાનકની આવશ્યકતા રહેતી નથી. સંપૂર્ણપણે ગુણો ખીલ્યા પછી જ
૧૩૬