________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
કર્મોનો આશ્રવ પણ ઘણો વધી જાય, જે જીવનું સંસારભ્રમણ વિસ્તૃત કરી નાખે. આવા સંજોગોમાં પૂર્વે એકત્રિત કરેલાં કર્મો ત્વરાથી ખેરવી શકાય એવો માર્ગ શ્રી પ્રભુએ બતાવ્યો છે. પૂર્વે પોતે જે જે ભૂલો કરી છે, જેની જાણકારી હોય કે ન હોય તે સર્વની સમજણપૂર્વક ક્ષમા માગવી, ભૂલો માટે પશ્ચાત્તાપી થવું, જરૂર પડયે તે ભૂલોનું પ્રાયશ્ચિત લેવું અને જગતના સહુ જીવો પ્રતિ મૈત્રીભાવ કેળવતા જવો. આમ હૈયાના ઊંડાણમાંથી ક્ષમા માગતાં જવાથી જીવને આવરણ હટતાં, સમજાતું જાય છે કે કેવા દોષો ક૨વાથી તેને કેવાં પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડી છે, દોષથી છૂટતા જવા શું કરવું જરૂરી છે, દોષોનું ત્વરાથી નિરસન કરવા કેવા ભાવ કરવા જોઇએ, ક્યા ક્યા ગુણો પ્રેમપૂર્વક ખીલવતા જવા જોઇએ વગેરે વગેરે. આ સર્વ કાર્ય કરવાં એ અપેક્ષાએ સમ્યક્ત્તાનનું જ આરાધન છે. આ બધી સમજણ જીવને સત્પુરુષ પાસેથી મળતી હોવાને કારણે તેને તેમના માટે અને તેમના જ્ઞાન માટે અર્થાત્ જ્ઞાની તથા જ્ઞાન માટે અહોભાવ વધતો જાય છે. જે જ્ઞાન અને જ્ઞાનીની અશાતનાથી જીવને બંધાયેલા જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. આમ પશ્ચાત્તાપ તથા પ્રાયશ્ચિત સાથે ક્ષમા માગવી એટલે તત્ત્વાર્થે સમ્યક્ત્તાનનું આરાધન કહી શકાય. આવો પશ્ચાત્તાપ કરવાથી જીવનાં કર્મો ત્વરિત ગતિએ ખરવાં લાગે છે, કારણ કે અશુભ કર્મનું ફળ છે – દુઃખ અથવા વેદના આપવાં. પશ્ચાત્તાપ તથા પ્રાયશ્ચિત દ્વારા જીવ દુઃખનું વેદન સ્વેચ્છાએ કરી લે છે, અને પશ્ચાત્તાપનું જેટલું બળવાનપણું તેટલું વિશેષ કર્મ નિર્જરે છે. આમ હોવાથી જીવને કર્મનો ઉદય આવે ત્યાં સુધી કર્મથી નિવૃત્ત થવા માટે રાહ જોવી પડતી નથી, અને જીવ સત્તાગત કર્મો પણ પશ્ચાત્તાપ કરી આ રીતે ખેરવી નાખે છે. સાથે સાથે પશ્ચાત્તાપ કરતી વખતે જીવ પરના દોષ પર દૃષ્ટિ ન કરતાં સ્વદોષદર્શન કરી વર્તતો હોવાથી આશ્રવ પણ તોડે છે. આ પ્રકારની નિર્જરાને જ્ઞાનીઓ ‘સકામ નિર્જરા’ – ઇચ્છાપૂર્વકની નિર્જરા કહે છે. આ સિવાયની નિર્જરા તે ‘અકામ નિર્જરા' જેમાં યોગ્ય કાળે કર્મ ઉદયમાં આવી, ભોગવાઈને ખરે છે. આવી અકામ નિર્જરા પ્રત્યેક જીવ સતત કરતો રહે છે, સાથે નવાં કર્મબંધ વધારતો રહે છે. પરંતુ જે જીવ સમ્યક્ત્તાનનું આરાધન કરે છે તેને સકામ નિર્જરા મદદમાં આવી, તેની નિર્જરા કરવાની ઝડપ અસંખ્યગણી
૨૪૯