________________
કેવળી પ્રભુનો સાથ
જાય છે તેમ તેમ ખીલતો જાય છે. અપૂર્વ સ્વભાવને ખીલવવા માટે તેને ત્રણ તત્ત્વો ખૂબ ઉપકારી થાય છેઃ પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણ.
પોતાને જે જોઇએ છે, અને જેનાથી છૂટવું છે તેના માટે તે સત્પુરુષની સાક્ષીએ શ્રી પ્રભુને પ્રાર્થના કરે છે.
નાથ! મને તારો, હો નાથ મને તારો, કેમ ના સહેવાય આ જગ ખારો,
હું તો ડૂબી તારા સ્મરણમાં
સર્વ જગત લાગે ભરમમાં
મને આશરો છે એક તારો, હો નાથ! મને તારો.
પ્રાર્થના કરતાં તેનામાં સમ્યક્ શ્રદ્ધાન ઉત્પન્ન થાય છે કે આવી પ્રાર્થના કરવાથી મારું કલ્યાણ જ થવાનું છે. મારા આત્માની શુદ્ધિ થવાની જ છે. જેમ જેમ જીવનું પ્રાર્થનાનું બળ વધતું જાય છે તેમ તેમ તેને સફળતા પણ મળતી જાય છે, અને શ્રદ્ધાનું દેઢત્વ પણ થતું જાય છે. આ પ્રકારે તેનું સમ્યક્દર્શનનું આરાધન શુદ્ધ થતું જાય છે; કેમકે દેહાદિ સર્વ પદાર્થોથી આત્મા ભિન્ન છે એવો સમ્યક્ અનુભવ એ સમ્યક્દર્શન છે. જે શ્રદ્ધાનો પાયો મજબૂત થતાં જીવમાં આવે છે. ભાવસભર, ઊંડાણભરી પ્રાર્થના કરવાથી જીવ પોતામાં એકાગ્ર થાય છે અને તેથી તે વખતે તેનાં ઘાતી કર્મના આશ્રવમાં મોટી ઓટ આવે છે. આમ અમુક માત્રામાં સહજતાએ કર્મનો સંવર થાય છે, અને આત્મા ઉપરનો કર્મભાર ક્રમથી ઘટવા લાગે છે.
નવાં કર્મોને આવતાં અટકાવવાથી જીવનું કાર્ય પૂરું થઈ જતું નથી, કેમકે અણસમજણની દશામાં અનંતાનંત ગંભી૨ કર્મોનો બોજ જીવે પોતાના આત્મા પર ખડકી દીધો છે, અને એ કર્મો જેમ જેમ ઉદયમાં આવે તેમે તેમ ભોગવીને નિવૃત્ત કરતા જવામાં તો અનંતકાળ વહી જાય, એટલું જ નહિ પણ, એ કર્મો ભોગવતાં ભોગવતાં જ્યારે જ્યારે જીવની સ્થિરતા ઘટી જાય કે તૂટી જાય ત્યારે ત્યારે નવાં
૨૪૮