________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
આ રીતે સત્પરુષની ઓળખાણ વધતાં જીવને તેમના પ્રતિ પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતા પ્રગટે છે. આવાં પ્રગટીકરણ માટે જીવમાં અમુક પાત્રતા હોવી જરૂરી છે. માત્ર પુરુષનો યોગ, પાત્રતા વિના જીવને મુક્ત કરવા સમર્થ થતો નથી. આમ થવાનું કારણ એ છે કે સત્પરુષ જીવની ઇચ્છા વિના તેને દાનરૂપે કંઈ જ આપતા નથી, એટલે કે જીવને માર્ગદર્શન મેળવવાની જો યોગ્ય ઇચ્છા જાગે તો જ સત્પરુષ માર્ગદર્શન આપે છે. માગણી વિના, ઇચ્છા વિના જીવને ઉત્તમ વસ્તુ પ્રાપ્ત થાય તો પણ તેને તેની કોઈ કિંમત રહેતી નથી, એટલે એ દાનનું સલ્ફળ આવતું નથી. પરિણામે સપુરુષ પણ અપાત્રે દાન કર્યાના દોષમાં પડે છે, એક લૌકિક ઉક્તિ છે કે
ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ નવ સરે,
મસ્યભોગી બગલો, મુક્તાફળ દેખી ચંચુ ના ભરે. બીજી બાજુ જગતજીવોની અસર સ્વીકારવી કે સત્પરુષની અસર સ્વીકારવી તેનો નિર્ણય કરવામાં જીવ સ્વતંત્ર છે. જીવ જો સપુરુષની અસર સ્વીકારવાનો નિર્ણય કરે તો જ પુરુષના બોધની અને માર્ગદર્શનની ધારી અસર થાય, નહિતર તે જીવનો અંતરંગ સૂક્ષ્મ નકાર સપુરુષની ઉત્તમ અસરને ધોઈ નાખે છે. તેથી સત્પરુષ કોઈ પણ જીવની સ્વતંત્રતા પર કાપ મૂકતા નથી, દબાણ લાવતા નથી કે અપાત્રે દાન કરતા નથી. આમ જીવમાં છૂટવાની ભાવના હોય, તથા તેમનું કહ્યું કરવાની વૃત્તિ હોય તો જ તે સાચી પ્રવૃત્તિ કરી શકે. આવા ભાવ કે વૃત્તિ સંજ્ઞીપંચેન્દ્રિયપણા વિના કોઈ પણ જીવ કરી શકતો નથી, માટે સંક્ષીપંચેન્દ્રિયપણું હોવું તથા સંસારથી છૂટી આત્મસુખ મેળવવાના ભાવ એ જીવને માટે પાત્રતા કેળવવાનાં મુખ્ય કારણો છે. આ બે કારણો વિધેયાત્મક હોય અને તેને સત્પષનો યોગ થાય તો તે જીવને શિવ થવા માટેનો અપૂર્વ યોગ થયો કહેવાય. જીવ તેનાં સુંદર અવર્ણનીય ફળને મેળવે છે.
જીવ સંસારથી છૂટી મોક્ષમાં જવાના ભાવ નિર્ણયાત્મક રીતે કરે છે અને તેને સપુરુષનો યોગ થાય છે ત્યારે તેનાં સંસારપરિભ્રમણમાં પરિમિતતા આવી જાય છે. સપુરુષની આજ્ઞાએ ચાલનારો જીવ મોક્ષમાર્ગમાં કદમ બઢાવતો જાય છે, અને તેનો અપૂર્વ સ્વભાવ જે કર્મના ભાર નીચે દબાઈ ગયો હતો તે કર્મ જેમ જેમ હટતાં
૨૪૭