________________
કેવળી પ્રભુનો સાથ
ત્યાં સુધી જ આકર્ષક લાગે છે કે જ્યાં સુધી તેનાથી અનેક પ્રકારે ચડિયાતાં આત્મસુખની જાણકારી અને અનુભૂતિ નથી, અથવા તો તે મેળવવાનાં સાધનો તેને પ્રાપ્ત થયાં નથી. ઉત્તમની પ્રાપ્તિ થતાંની સાથે જીવ નબળાંનો ત્યાગ કરતો જાય છે, કારણ કે ઊંચાની અભિપ્સા રાખવી તે ઉર્ધ્વગામીપણું તેના મૂળભૂત ગુણોમાંનો એક છે.
અત્યાર સુધી જીવ સંસારની શાતામાં સુખ તથા આનંદ માનતો હતો, પણ સાથે સાથે એ ભય પણ વેદતો હતો કે આ સુખ અને આનંદ મારાથી અલગ થઈ જશે તો? ચાલ્યા જશે તો? આવા ભયને કારણે તે મળેલી શાતાનો ઉપભોગ ક્યારેય પૂરી રીતે કરી શક્યો નહોતો. પરંતુ પુરુષમાં શ્રદ્ધાન જાગવાથી, તેમનું કહ્યું સાચું લાગવાથી, તેમના આશ્રયે રહી તેમનું કહ્યું કરવાની ઇચ્છા, તેમની આજ્ઞાનુસાર વર્તવાની વૃત્તિ ઉત્પન્ન થતી જાય છે. પોતાની અંતરંગ માન્યતાને તિલાંજલિ આપી, કલ્પનાને એકબાજુ કરી, સપુરુષ કહે તેમ અને રાખે તેમ રહેવું છે એવો ભાવ તે જીવના અંતરંગમાં રમવા લાગે છે. આ જાતની ભાવના કે વૃત્તિ સેવવી તે જીવનો સપુરુષ પ્રતિનો અર્પણભાવ છે. જીવનો પુરુષ પ્રત્યેનો આવો અર્પણભાવ શ્રદ્ધા બળવાન થવાથી આવે છે. તે વખતે તેને નિશ્ચય થાય છે કે આત્માનાં સુખમાં ભય નથી. બધું જ પોતાનું છે. અને જે પોતાનું છે તેને ત્યાગવાની જરૂર રહેતી નથી, પરિણામે તે આત્મસુખને વારંવાર માણી પણ શકે છે, વધારી પણ શકે છે. આ સાથે તેને એ પણ અનુભવ થાય છે કે સાંસારિક સુખ મેળવવામાં અને ભોગવવામાં તેને અનેક પ્રકારે પરાવલંબીપણું વેઠવું પડે છે, કેમકે તેમાં બાહ્ય પુદ્ગલના સહારાની તેને જરૂર પડે છે, તેના વિના ભૌતિક સુખ માણી શકાતું નથી. તેની સામે આત્મિક સુખ સ્વાયત્ત છે, તે સુખ માણવા માટે કોઈ પણ બાહ્ય પદાર્થની જરૂર રહેતી નથી, આથી જીવ ધારે ત્યારે સુખમાં નિમગ્ન થઈ શકે છે. સાંસારિક સુખમાં પરતંત્રતા છે, અને પરતંત્રતા છે ત્યાં ભય છે, આત્મિક સુખમાં સ્વતંત્રતા છે અને સ્વતંત્રતામાં અભય છે. આ હકીકતનો જીવને પહેલાં અણસાર આવે છે અને ક્રમે કરી તે અનુભવમાં પલટાય છે.
૨૪૬