________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
અંગની ઊંડાણભરી સમજ પણ મળે છે. ટૂંકામાં આખા મોક્ષમાર્ગનું નિરૂપણ આ ધર્મભાવના દ્વારા થાય છે. વર્તમાનમાં મળેલી સુવિધાઓનું કેવું દુર્લભપણું છે તેની સમજણ જીવને સુવિધાઓનો સદુપયોગ કરવા પ્રેરે છે. અને પુરુષના આશ્રયે જીવ ધર્મભાવના આચરી આત્મશુદ્ધિ કરવા કટિબધ્ધ થાય છે.
ધર્મભાવનાની સમજણ સાથે જીવને સત્યેવ, સદ્ગુરુ અને સન્શાસ્ત્રની જરૂરિયાત અનુભવાય છે. તેમણે પોતા પર કરેલા નિષ્કારણ ઉપકારની ઝાંખી આવવા લાગે છે. તેને લીધે કરુણાસભર બની, આ સર્વ જાણકારી આપનાર શ્રી પુરુષ તથા સગુરુ પ્રતિ પ્રેમ અનુભવે છે, તે પ્રેમ સમય વહેતાં વધતો જાય છે. પુરુષ પર સહજ પ્રેમ વધતાં તેમનાં વાણી, તથા વર્તનનું અવલોકન કરવા તે સહેજે પ્રેરાય છે. જગતના સામાન્ય જીવો કરતાં પુરુષનું અલગપણું તેના લક્ષમાં આવતું જાય છે. જગતના જીવો રાજકથા, સ્ત્રીકથા, ભત્તકથા, દેશકથા એ ચાર વિકથામાં, ઇન્દ્રિય વિષયોની પ્રિયતા કરવામાં, ધન, કીર્તિ, સત્તા તથા કુટુંબાદિની પ્રાપ્તિની ચિંતામાં, પરિગ્રહ વધારવાની પ્રવૃત્તિમાં સમયનો વ્યર્થ વ્યય કરતાં તેને જણાય છે. તેની સરખામણીમાં મહાભાગી પુરુષો તેને તે સર્વથી અલગ થઈ સ્વસ્વરૂપની પ્રાપ્તિના પુરુષાર્થમાં મગ્ન રહેતા જણાય છે. વળી, જીવને અનુભવ થાય છે કે સત્પરુષાદિ તેને જે સમજ આપે છે, તે સમજ આપવા પાછળ તેમની કાંઈ દુન્યવી સ્વાર્થવૃત્તિ નથી, બલ્ક જગતજીવો સુખી થાય એવી નિષ્કારણ કરુણા રહેલી છે. આ પ્રકારનો સપુરુષનો પરિચય જીવમાં સપુરુષ સાચા છે, એવો શ્રદ્ધાભાવ જગાડે છે અને વધારે છે. તેથી દુન્યવી મતલબ પાછળની પોતાની દોટ ખોટી હતી તેવી પ્રતીતિ તેને આવતી જાય છે. પરિણામે જગતજીવો સાથેના મતલબી અને તકલાદી સંબંધોનું પોકળપણું તેને સ્પષ્ટ થતું જાય છે. વળી, દુન્યવી ભૌતિક પદાર્થોનું અનિત્યપણું, ક્ષણિકપણું, અશરણપણું અનુભવાતું હોવાથી, તેને તે પદાર્થો પ્રાપ્ત કરવાની, ભોગવવાની વૃત્તિ ઓછી થતી જાય છે. તેને શુધ્ધ આત્મસ્વરૂપની નિત્યતા, ધર્મનાં શરણની નિત્યતા અને આત્મસુખની શાશ્વતતા, દુન્યવી પદાર્થો કરતાં અનેકગણાં ઉત્તમ જણાય છે, તેથી તે ઉત્તમની પ્રાપ્તિ કરવાના પુરુષાર્થ તરફ વળતો જાય છે, જીવને ક્ષણિક સંસારીસુખો
૨૪૫.