________________
કેવળી પ્રભુનો સાથ
બોધિદુર્લભ ભાવના આ સંસારમાં ઉત્તરોત્તર સારી સ્થિતિ મેળવવી દુર્લભ દુર્લભ છે, તેની સમજણ બોધિદુર્લભ ભાવનાથી પ્રાપ્ત થાય છે. જીવ નિત્યનિગોદમાં અનંતકાળ સુધી પડ્યો રહે છે. ત્યાં એક શરીરમાં અનંત જીવોના આહાર, શ્વાસોશ્વાસ, જીવન મરણ સમાન છે, એક શ્વાસના અઢારમા ભાગ જેટલું આયુષ્ય છે. ત્યાંથી નીકળી જીવ પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિકાયની પર્યાય પામે છે. આ પર્યાય પામવી દુર્લભ છે. આ સૂક્ષ્મ બાદર પર્યાયથી નીકળી જીવ ત્રપણું પામે છે, તે પામવું ઘણું દુર્લભ છે. સ્થાવરમાંથી નીકળી ત્રસ થાય ત્યાં બે, ત્રણ, ચાર ઈન્દ્રિયરૂપ વિકલત્રયપણાને પામે છે. ત્યાં તે કરોડ પૂર્વ જેટલો કાળ વ્યતીત કરે છે. ત્યાંથી નીકળી પંચેન્દ્રિયપણું પામવું મહાકષ્ટથી પણ દુર્લભ છે. વિકલત્રયથી નીકળે ત્યારે તે જીવ પહેલા અસંજ્ઞી પંચેન્દ્રિય થાય છે. ત્યાં જીવ સ્વપરનો ભેદ જાણતો નથી. કદાચિત તે મનસહિત સંજ્ઞી થાય તો તે તિર્યંચ થાય છે. મોટેભાગે શરૂઆતમાં તે ક્રૂર તિર્યંચ થાય છે. ક્રૂર તિર્યંચ તીવ્ર અશુભભાવ કરી નરકમાં જાય છે. નરક જીવને માટે મહાદુઃખદાયી અને ભયાનક છે. આવી નરકમાંથી નીકળી તિર્યંચ થાય તો તે જીવ ખૂબ દુ:ખ પામે છે. તેમાંથી મનુષ્યપણું મળવું મહાદુર્લભ છે. મનુષ્યરૂપે જીવ મિથ્યાત્વી બની મહાપાપ કરે છે. આથી મનુષ્યપણામાં આર્યખંડ, ઉત્તમકુળ, જીવનની સુવિધાઓ, ઇન્દ્રિયોની પૂર્ણતા, પૂર્ણ આયુષ્ય, સરળ સ્વભાવ, ધર્મ, ધર્મની રુચિ, સમ્યકત્વ આદિ પામવા ઉત્તરોત્તર કઠણ થતા જાય છે. આ શ્રેષ્ઠ વસ્તુઓની પ્રાપ્તિની દુર્લભતાની સમજ જીવને મળેલી તક સાર્થક કરવા પ્રેરે છે.
ધર્મદુર્લભ ભાવના બોધિદુર્લભ ભાવના સમજ્યા પછી, મળેલા મનુષ્ય જન્મ અને સાથે રહેલી સુવિધાઓને સાર્થક કરવા ધર્મભાવનાની જાણકારી ખૂબ ઉપકારક બને છે. આ ભાવનામાં સમ્યકત્વ, સત્સંવ, સન્ધર્મ અને સપુરુષનું શરણું, સમ્યક્દર્શનનાં લક્ષણો, સમ્યકુદર્શન, સમ્યHજ્ઞાન અને સમ્યકૂચારિત્રનું આરાધન આદિની પ્રાપ્તિની દુર્લભતા સમજાય છે, અને પ્રત્યેક
૨૪૪