________________
કેવળી પ્રભુનો સાથ
પણ કરી શકે છે. આમ ક્ષમાપના નિર્જરાને વેગ આપે છે અને પ્રાર્થના આશ્રવને નિર્બળ કરે છે.
પ્રાર્થના તથા ક્ષમાપનાના અનુસંધાનમાં મંત્રસ્મરણ કરતાં કરતાં જીવ જ્યારે સ્વાનુભવમાં સરકે છે ત્યારે તે સમ્યકુચારિત્રનું આરાધન કરે છે, એમ કહી શકાય. પ્રાર્થના તથા ક્ષમાપના કરતી વખતે જીવ વ્યવસ્થાપૂર્વક વિચાર કરે છે, ત્યારે મંત્રસ્મરણ કરતી વખતે તે જીવ બધા વિચારોથી છૂટી જઈ સ્વરૂપમાં લીન થવાનો પુરુષાર્થ કરે છે. લીનતા આવવા લાગે ત્યારે તે ધ્યાનનો અનુભવ કરે છે. મંત્રસ્મરણમાં જેમ જેમ તેની લીનતા વધતી જાય છે, તેમ તેમ તેનું ધ્યાન લાંબા ગાળાનું અને ઊંડું થતું જાય છે. જીવ વિભાવથી છૂટી સ્વભાવમાં લીન થતો જાય છે, સ્વભાવની સ્થિરતા એ જ સમ્યકુચારિત્ર. આત્મગુણના રટણરૂપ મંત્રસ્મરણ જીવને સ્વરૂપમાં સ્થિર થવા માટે મદદરૂપ થાય છે, અને આત્મા સ્વભાવમાં જેટલા પ્રમાણમાં સ્થિર થાય છે તેટલા પ્રમાણમાં તેનો કર્મઆશ્રવ ઓછો થાય છે, અનેકગણી નિર્જરા થાય છે. ટૂંકામાં તારવી શકીએ કે પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણનું આરાધન એ જ પરમાર્થથી સમ્યક્દર્શન, જ્ઞાન અને ચારિત્રનું આરાધન છે.
શ્રી સત્પરુષની કૃપાથી જીવ આવી સમજણ મેળવે છે. જે સત્પરુષે આત્માના સ્વભાવ પ્રતિનો અંગુલિ નિર્દેશ કર્યો હતો, તેનો સાક્ષાત્કાર કરવાનો યોગ તેને એ જ સપુરુષના સાનિધ્યમાં પ્રાપ્ત થાય છે. જ્ઞાન, દર્શન તથા ચારિત્રના આધારથી જીવને સ્વરૂપની પ્રતીતિ આવે છે.
સ્વરૂપ પ્રતીતિ શ્રી સત્પરુષના પ્રત્યક્ષ પરિચયમાં આવ્યા પછી, સન્માર્ગી જીવને તેમના પ્રતિના પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાનો વધારો સતત થતો હોય એવો અનુભવ થાય છે, કારણ કે તે જીવને સપુરુષમાં સામાન્ય જીવ કરતાં અમુક પ્રકારે જુદાપણું જોવાય છે. સત્પરુષનાં પ્રેમાળ કલ્યાણકારી સર્વચનો, તેમની શાંત મુદ્રા અને સર્વને શાતા મળે એ પ્રકારની તેમની વર્તના જીવને લક્ષ કરાવે છે કે આ આત્મા મારા માટે ખૂબ
૨૫O