________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
ઉપકારી છે. તેમના સંપર્કમાં આવ્યા પછી મને સુખ તથા શાતાનો અનુભવ વધતો જાય છે, આથી તેમના સાનિધ્યમાં આવ્યા પહેલાંની મારી વૃત્તિ અને વર્તના મારાં અહિતનું કારણ બનતી હતી, તેનો હવે મારા કલ્યાણ અર્થે મારે ત્યાગ કરવો યોગ્ય છે. જીવની આ સમજણને વિશેષતાએ દઢ કરવા શ્રી પ્રભુએ આશ્રવ ભાવના વર્ણવી છે. આશ્રવ એટલે કર્મનું આવવું. તે વિશેની સમજણ જીવને વિકાસ કરવામાં ખૂબ સાથ આપી શકે છે.
આશ્રવ ભાવના કર્મનાં સૂક્ષ્મ પુદ્ગલ પરમાણુઓને આત્માના પ્રદેશ પર કર્મરૂપે સ્વીકારવા તેનું નામ આશ્રવ. મન, વચન તથા કાયાના યોગથી આશ્રવ સક્રિય બને છે. મન, વચન કે કાયાનો યોગ પામી, જીવના આત્મપ્રદેશોનું ચલાયમાન થવું સંભવે છે. આત્મપ્રદેશો કંપિત થવાથી કર્મનાં પુગલ પરમાણુઓ ખેંચાઈને આત્મા પાસે આવી, કર્મરૂપે પરિણમી આત્માને ચીટકી જાય છે. જીવમાં જ્યાં સુધી મોહનો ઉદય વર્તે છે, ત્યાં સુધી આત્મામાંથી ચીકાશ ઝરે છે, અને તે ચીકાશની તરતમતા પ્રમાણે કર્મનું સબળાપણું કે નબળાપણું નક્કી થાય છે. મોહની જેટલી તીવ્રતા વધારે તેટલી ચીકાશ વધારે અને જેટલી મંદતા વધારે તેટલી ચીકાશ ઓછી કરે છે.આ પ્રકારના કષાયના ઉદયને કારણે જે કર્મો આવે છે તે સાંપરાયિક આશ્રવ કહેવાય છે. આવો આશ્રવ દશમાં ગુણસ્થાન સુધી જીવને સંભવે છે. તે પછી અગ્યારમા ગુણસ્થાનથી જીવને મોહનો ઉદય હોતો નથી, તેથી મોહના ઉદયરહિત જે યોગ છે તેને કારણે જે કર્મો આવે છે તે ઇર્યાપથ આશ્રવ કહેવાય છે. ઇર્યાપથ આશ્રવમાં માત્ર એક શાતાવેદનીય કર્મનો જ બંધ થાય છે. જે પુગલ વર્ગણાઓ કર્મરૂપે પરિણમે છે તે દ્રવ્યાશ્રવ કહેવાય છે, અને જે ભાવથી જીવના પ્રદેશો ચંચળ થાય છે તે ભાવાશ્રવ કહેવાય છે.
પ્રત્યેક જીવ સરાગ અવસ્થામાં મોહના ઉદય સહિત હોય છે. તે વખતે તેને પાંચ કારણથી કર્મનો આશ્રવ થાય છે. એ પાંચ કારણો તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અને યોગ છે. તેમાં સ્થિતિ અને અનુભાગરૂપ બંધના પહેલાં ચાર
૨૫૧