________________
કેવળી પ્રભુનો સાથ
કારણો છે; અને તેનો આધાર મોહનીય કર્મના તરતમ ઉદય પર રહેલો છે. પ્રકૃતિ અને પ્રદેશબંધનું કારણ યોગ છે, તે સમયનો બંધ કરે છે, પણ તે સ્થિતિ કે અનુભાગનો બંધ કરતો નથી. તેથી યોગ બંધના કારણોમાં મુખ્ય નથી. આમ મોહની બળવત્તરતાના પ્રમાણમાં કર્મનું ઘટ્ટપણું કે પાતળાપણું થાય છે.
વળી, આ આશ્રવ પુણ્ય તથા પાપના ભેદથી બે પ્રકારનો સંભવે છે. કર્મ પુણ્યરૂપ તથા પાપરૂપ એમ બે પ્રકારે છે. તે પ્રત્યેકના પણ બે વિભાગ થાય છે – તીવ્ર અને મંદ. જ્યાં મંદકષાયરૂપ પરિણામ હોય છે ત્યાં પ્રશસ્ત એટલે શુભબંધ થાય છે, અને તીવ્ર કષાયરૂપ પરિણામ છે ત્યાં અપ્રશસ્ત એટલે કે અશુભબંધ થાય છે. શુભ બંધના તીવ્ર તથા મંદ પ્રકાર અને અશુભ બંધના તીવ્ર તથા મંદ પ્રકાર મળી કુલ ચાર પ્રકારે કર્માશ્રવ થાય છે. શાતાવેદનીય, શુભ આયુ, ઉચ્ચ ગોત્ર, શુભ નામકર્મની કુલ બેતાલીસ પુણ્ય પ્રકૃતિ છે; અને ચાર ઘાતકર્મો, અશાતાવેદનીય, નરકાયુ, નીચ ગોત્ર, અશુભનામકર્મની સર્વ મળીને બાંસી પાપપ્રકૃતિઓ છે. સહુને પ્રિય તથા હિતવચનો બોલવા, દુર્વચનો સાંભળી ક્ષમાભાવ રાખી સહુનું કલ્યાણ ચિંતવવું, દોષદૃષ્ટિ ત્યાગી ગુણગ્રાહી થવું એ વગેરે પુણ્ય પ્રકૃતિ બંધાવનાર મંદ કષાયનાં ઉદાહરણો છે. જેમ જેમ ક્રોધ, માન, માયા તથા લોભ મોળા પડતા જાય તેમ તેમ પુણ્યપ્રકૃતિનાં બંધ વધતાં જાય છે. પુરુષોના અવર્ણવાદ બોલવા, તેમની અશાતના કરવી, આત્મશ્લાધામાં રાચવું, અન્ય જીવો સામે ઘણા કાળ સુધી વેરભાવના વધારવી, દોષદૃષ્ટિમાં જ રહેવું, એ વગેરે પાપ પ્રકૃતિ બંધાવનાર તીવ્ર કષાયનાં ચિહ્નો છે.
કેવા પ્રકારના ભાવ કરવાથી જીવ શાતા તથા સુખ પામે છે, કેવા પ્રકારના ભાવ કરવાથી જીવ અશાતા અને દુઃખ પ્રતિ ઘસડાય છે તેની જાણકારી જીવને આશ્રવ ભાવનાનો વિચાર કરવાથી આવે છે. તે પરથી તેને લક્ષ આવે છે કે અત્યાર સુધી તે જે રીતે વર્યો છે તે પોતાને અહિતકારી થાય તેવી રીત હતી. અન્ય જીવ કંઈ ખોટી કે નુકશાનકારક પ્રવૃત્તિ કરે તો તરત જ પોતે ઉગ્ન કષાયી થઈ એવી રીતે વર્યો છે કે પોતાને જ ઘણું નુકશાન થાય. બીજા જીવ ખોટું કરે તો તે નિમિત્તને આધીન થઈ, પોતે કષાયી બની, પોતાની શાંતિનો ત્યાગ કરી, પોતાના આત્માનું અશુભ
૨૫૨