________________
કેવળી પ્રભુનો સાથ
ભામંડળના દર્શન પામી પોતાના પૂર્વના સાત જન્મનું જાતિસ્મૃતિજ્ઞાન પામે છે. જે જ્ઞાન તે જીવને ભાવિમાં સમ્યકુદર્શન મેળવવા સુભાગી બનાવે છે, અને અન્ય જીવોને દશા વર્ધમાન કરવા સદ્ભાગી કરે છે. જાતિસ્મૃતિજ્ઞાન થવાથી જીવનો વૈરાગ્ય વધે છે અને આત્માર્થ વધારવાની પાત્રતા પ્રગટે છે, ક્રમે કરીને પાત્રતા વધતી પણ જાય છે. આવો છે ભામંડળનો પ્રભાવ.
શ્રી અરિહંત પ્રભુને તીર્થકરપદ ઉદિત થાય ત્યારથી તેઓ નિર્વાણ પામે ત્યાં સુધી તેની પાસે દેવો ચામર વીંઝતા રહે છે. દેવો દેવલોકના ઉત્તમ તારથી ચામર ગૂંથે છે, અને આત્માની શીતળતા વધારવામાં બધાયને સહાયકારી થાય છે. તેઓ નીચા નમી ઊંચા જાય છે ત્યારે જગતજીવોને સૂચવે છે કે અમારી જેમ જેઓ પ્રભુ પાસે પ્રેમથી નમશે તેઓ અવશ્ય ઊંચી ગતિને પામશે. આમ માન તોડી શ્રી પ્રભુને શરણે જવાનો બોધ જીવોને સતત આપતા રહે છે.
આ સાત પ્રતિહારી સાથે આઠમો દિવ્યધ્વનિ નામનો પ્રતિહાર જગતજીવો પર એવો જ ઉપકાર કરે છે. પ્રભુનું સમવસરણ એક જોજનના વિસ્તારવાળું દેવો રચે છે. અને તેમણે પ્રસારિત કરેલા બોધને આખા સમવસરણમાં એક સરખી રીતે સાંભળી શકાય તેવી રચના દેવો કરે છે. વ્યાસપીઠની નજીકમાં બેઠેલા જીવો મોટો અવાજ સાંભળે અને બહારના છેવાડા પાસે બેઠેલા જીવો મંદ અવાજ સાંભળે એવું બનતું નથી. સમવસરણમાં કોઈ પણ જગ્યાએ બેઠેલા જીવો એક સરખી સ્વરમાત્રાથી બોધ સાંભળતા હોય છે. પ્રભુનાં ધ્વનિને આવું દિવ્યરૂપ આપવું તે દેવોની એક ઉત્તમ કળા છે. અને એથી દિવ્યધ્વનિ એ પ્રતિહાર ગણાય છે. - આ આઠ પ્રતિહારરૂપ ગુણો શ્રી તીર્થંકર પ્રભુને હોય છે, તે અન્ય કેવળીપ્રભુને કે કોઈ છદ્મસ્થ જીવને હોતા નથી. આ ઉપરાંતના ચાર અતિશય શ્રી પ્રભુને સ્વયં પ્રગટે છે, અને તેનું કારણ છે તેમનો ઉત્તમોત્તમ કલ્યાણભાવ તથા મૈત્રીભાવ.
એ ચારમાં પહેલો અતિશય છે અપાયાપગમ અતિશય - આના કારણે શ્રી પ્રભુ જ્યાં બિરાજમાન હોય તેની આસપાસના એક જોજનના વિસ્તારમાં કોઈ ઉપદ્રવ,
૩૩)