________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
રોગ, દુર્ભિક્ષ રહી શકતાં નથી, તેનો અઢાર દૂષણોની જેમ પ્રભુના સાનિધ્યમાં નાશ જ હોય છે. પ્રભુ હોય ત્યાં અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, વાવાઝોડાં, મહામરકી આદિ રહી શકતાં નથી. જે જીવોને આવા ઉપદ્રવ નિકાચીતપણે સહન કરવાનો યોગ હોય તેઓ કોઈ ને કોઈ કારણસર પ્રભુનાં સાનિધ્યથી દૂર થઈ જાય છે. અને જેને શાતાનો ઉદય આવવાનો હોય તેઓ સહજપણે પ્રભુનાં સાનિધ્યમાં આવી જાય છે. પરંતુ એવું ક્યારેય બનતું નથી કે પ્રભુનાં શરણમાં રહી જીવ અશાતારૂપ દુઃખ વેદતો હોય. આ તીર્થંકર પ્રભુનો કલ્યાણકારી અતિશય છે.
આવો બીજો અતિશય છે જ્ઞાનાતિશય. જ્ઞાનાવરણનો પૂર્ણપણે નાશ થવાથી શ્રી પ્રભુને સર્વજ્ઞપણું પ્રગટયું હોય છે. પણ તે જ્ઞાન સતત સ્વપર પરોપકાર કરનાર રહે છે. પોતાના જ્ઞાનનો લાભ જગતના સહુ જીવો પામે એ પૂર્વ આશયના ફળરૂપે કેવળજ્ઞાન થયા પછી તેઓ દેશના દ્વારા જીવોને પરમ ઉપકારી થાય એવો બોધ આપે છે. શ્રી અરિહંત પ્રભુ પૂર્ણતા પામ્યા પછી જગતજીવો પર જે ઉપકાર કરે છે, કરી શકે છે તેવો ઉપકાર બીજા કોઈ પણ કેવળી ભગવાન કે છદ્મસ્થ જીવ કરી શકતા નથી. આ તેમના જ્ઞાનનો મહિમા હોવાથી તે જ્ઞાનાતિશય તરીકે ઓળખાય છે.
જ્ઞાનાતિશય જેવોજ મહિમા તેમના પૂજાતિશયનો છે. તેમના થકી સમજુ જીવોને અકથ્ય લાભ થાય છે, અને તેમના માટે શ્રી પ્રભુ સદા માટે પૂજનીય બની જાય છે. આમ કરતાં કરતાં તેમણે જગતના તમામ જીવો માટે એક સરખો કલ્યાણભાવ વેદ્યો હોવાથી તેઓ જગત આખાને માટે સદાયના પૂજનીય બની પૂજાતિશય પામવાના અધિકારી થાય છે. પ્રભુ પોતે માનથી સર્વથા મુક્ત થયા હોવાથી તેમને માન કે પૂજા પામવાનો લોભ એક અંશ માત્ર હોતો નથી, તેમ છતાં જીવોને તેમના બોધ થકી અવર્ણનીય લાભ થતો હોવાથી તેઓ સહજપણે પૂજ્યભાવથી તથા પ્રેમભાવથી પ્રભુને પૂજતા થઈ જાય છે. એ જ તેમનો અવર્ણનીય પૂજાતિશય છે.
શ્રી અરિહંત પ્રભુ જ્યારે દેશના આપે છે ત્યારે તેમનો કલ્યાણભાવ એટલો બધો છૂટતો હોય છે કે તેમને મુખ દ્વારા બોલવાની જરૂર જ પડતી નથી. તેમને વેદાતો કલ્યાણભાવ સહજપણે તેમના આખા દેહમાંથી ધ્વનિ રૂપે પ્રસર્યા કરે છે. અને
૩૩૧