________________
કેવળી પ્રભુનો સાથ
દેવોની ગૂંથણીને કારણે આખા સમવસરણમાં એક સરખી રીતે ફેલાયા કરે છે, કોઈને એ ધ્વનિ ઊંચી કે નીચી માત્રામાં સંભળાતો નથી, પણ એક સરખી મધ્યમ માત્રાએ સંભળાતો રહે છે. ધ્વનિનાં આ પરમાણુઓ પૃથકત્વ-પામી શ્રોતા સુધી પહોંચે છે, ને સર્વ શ્રોતા પોતપોતાની ભાષામાં, પોતાની દશા અનુસાર અને પોતાના મનમાં રહેલાં પ્રશ્નના સમાધાનરૂપે તેને સ્વીકારતા જાય છે, પ્રમોદભાવ તથા પ્રસન્નતા મેળવી પોતાની દશા વર્ધમાન કરવા માટે નિમિત્ત મેળવતા જાય છે. પ્રભુની આ વાણીમાં ૩૫ પ્રકારના ગુણો હોય છે. તે વાણી સત્ય હોય છે, સહુને હિતકારી હોય છે, તે વાણી મધુર હોય છે, સાંભળનાર સહુને લાગે કે એ વાણીને સાંભળ્યા જ કરીએ, તે વાણી સંસ્કારી જીવને કલ્યાણ કરવાની પ્રેરણા આપનારી, માર્ગબોધ કરનારી ઈત્યાદિ પાંત્રીશ પ્રકારના ગુણોથી ભરેલી હોય છે.
આમ સ્વપર કલ્યાણ કરનાર શ્રી અરિહંત પ્રભુ આ બાર ગુણોથી વિભુષિત થઈ ધરતી પર વિચરે છે. અને આયુષ્ય પૂરું થતાં શુધ્ધ, બુધ્ધ અને મુક્ત થઈ સિદ્ધભૂમિ પર ચેતનઘન થવા પાદાર્પણ કરે છે. આપણે જાણીએ છીએ કે જગતજીવો પર પરમ ઉપકાર કરનાર શ્રી અરિહંત પ્રભુ પંચ પરમેષ્ટિપદમાં અગ્રસ્થાને અર્થાત્ સર્વોત્તમ પદવીએ સ્થાપિત થયા છે.
પરમેષ્ટિ ભગવંતમાં બીજા સ્થાને આવે છે શ્રી સિદ્ધ ભગવાન. જે આત્મા કેવળજ્ઞાન લીધા પછી, બાકીનાં ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી, પૂર્ણ વિશુધ્ધ થઈ સિધ્ધભૂમિમાં ચેતનઘન સ્વરૂપે સ્થિર થયા છે તે સિધ્ધ ભગવાન કહેવાય છે. જે આત્માઓએ જીવ સમસ્ત માટે છબસ્થાવસ્થામાં કલ્યાણભાવ વેદ્યા છે તેઓ તેમના કલ્યાણભાવની કક્ષા પ્રમાણે અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુસાધ્વીની પદવી પામે છે. પરંતુ છદ્મસ્થ અવસ્થામાં જીવ સમસ્તને બદલે તેના અમુક વિભાગ માટે જ કલ્યાણ ભાવ વેદે છે તેને ચારમાંથી કોઈ પણ છદ્મસ્થ-અવસ્થાની પરમેષ્ટિ પદની સિદ્ધિ થતી નથી. તેવા જીવ ક્ષેપક શ્રેણિ પૂરી કરતાં પહેલાં ક્યારેક ને ક્યારેક જીવ સમસ્ત માટેના કલ્યાણભાવ વેદે છે, અને આ ભાવના કારણે તેઓ સિધ્ધ થાય છે ત્યારે એ બીજું સિધ્ધપદનું પરમેષ્ટિપણું પ્રાપ્ત કરે છે. જે જીવો અન્ય પરમેષ્ટિ પદને
૩૩૨