________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
પણ સ્પર્યા હોય તેઓ સિધ્ધ થતાં સિધ્ધપદની પણ પ્રાપ્તિ કરે છે. આમ તેઓ એક કે એકથી વધારે એવાં પરમેષ્ટિ પદનો સ્પર્શ પામે છે. સિધ્ધાત્માને આઠે કર્મો છૂટી ગયા હોવાથી આત્માના મુખ્ય આઠ ગુણ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય, અક્ષયસ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુપણું તથા અવ્યાબાધ સુખ પ્રગટ થાય છે. શ્રી સિધ્ધભગવાનના કલ્યાણભાવ જીવ પર પરોક્ષ ઉપકાર કરે છે, અને શ્રી અરિહંત પ્રભુનો કલ્યાણભાવ જીવો પર પ્રત્યક્ષ ઉપકાર કરે છે માટે શ્રી સિધ્ધપ્રભુ વિશુદ્ધિની દૃષ્ટિએ વિશેષ શુધ્ધ હોવા છતાં પરમેષ્ટિ પદના ક્રમમાં શ્રી અરિહંત પ્રભુ પછીના ક્રમિક સ્થાને આવે છે. આ ભેદનું કારણ વિચારવા યોગ્ય છે.
પંચપરમેષ્ટિ પદમાં શ્રી સિધ્ધ ભગવાન પછીના સ્થાને આવે છે શ્રી આચાર્યજી. પહેલા બે પરમેષ્ટિ ઘાતકર્મોથી મુક્ત છે, ત્યારે બાકીનાં ત્રણ પરમેષ્ટિ ઘાતકર્મોથી યુક્ત છે, પણ મુક્ત થવાના કામી તથા પુરુષાર્થ છે. આચાર્યજી શ્રી અરિહંત ભગવાને પ્રકાશિત કરેલા મોક્ષમાર્ગને ગ્રહણ કરી યથાર્થતાએ તેનું પાલન કરવાની સમર્થતા વધારતા જાય છે, સાથે સાથે પોતાના આચારની વિશુદ્ધિના પ્રભાવને આદર્શરૂપ કરી લોકસમૂહને પોતાના આચારથી જ કલ્યાણમાર્ગમાં વિકાસ કરવા પ્રેરણા આપે છે. તેઓ કલ્યાણ કરવા માટે અન્ય સાધનો કરતાં પોતાનાં શુદ્ધ ચારિત્રને મુખ્ય સાધન બનાવે છે. આચાર્યજીના ૩૬ ગુણો શાસ્ત્રોમાં પ્રસિધ્ધ છે. પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં રાગદ્વેષ ન કરતાં સમભાવ સેવે તે પાંચ ગુણ, નવ વાડ વિશુદ્ધિથી બહ્મચર્ય પાળે તે નવ ગુણ, ચાર કષાયનો ત્યાગ કરે તે ચાર ગુણ, પાંચ મહાવ્રતનું પાલન કરે તે પાંચ ગુણ, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચ પ્રકારે આચાર પાળે તે પાંચ ગુણ, ઇર્યા, ભાષા, એષણા, આદાનનિક્ષેપણ અને પરિષ્ઠાપનિકાસ એ પાંચ સમિતિ પાળે તે પાંચ ગુણ, મન વચન તથા કાયાની ગુપ્તિ જાળવે તે ત્રણ ગુણ મળી કુલ છત્રીસ ગુણ થાય છે. આ બધા આચારો તેઓ એવી શુધ્ધતાથી પાળે છે તથા પળાવે છે કે તેઓ ધર્મના નાયક કહેવાય છે.
સર્વ આચાર્યમાં શ્રેષ્ઠ આચાર્ય તે શ્રી ગણધર છે. તેઓ શ્રી તીર્થંકર પ્રભુના મુખ્ય શિષ્ય થઈ, અનેક શિષ્યોની જવાબદારી લઈ અર્થાત્ ગણ (સમૂહ) ના ધારક
૩૩૩