________________
કેવળી પ્રભુનો સાથ
બની ગણધર રૂપે પ્રભુના બોધેલા માર્ગને ઉત્તમતાએ અવધારી, તે માર્ગની પ્રભાવના જગતજીવો માટે કરે છે. તેમણે પણ પૂર્વકાળમાં જીવ સમસ્તના કલ્યાણના ભાવ અનેક ભવો સુધી સેવ્યા હોય છે. ઉપરાંત તેમનો જીવ શ્રી તીર્થકર પ્રભુના આત્મા સાથે અનેક ભવથી શુભ સંબંધમાં રહ્યો હોય છે. અર્થાત્ શ્રી તીર્થકર અને ગણધરના આત્મા વચ્ચે અનેક ભવનો શુભ સંબંધ બંધાયેલો હોય છે. જેના કારણે ગણધરનો જીવ શ્રી તીર્થકર પ્રભુના આત્મા પાસેથી કલ્યાણભાવની પ્રેરણા લઈ જીવ સમસ્તના કલ્યાણની ભાવના કરતો થાય છે. શ્રી તીર્થંકર પ્રભુની કલ્યાણભાવના એવી હોય છે કે જીવ સમસ્તનું કલ્યાણ થાઓ, તેમાં કોઈ પણ નિમિત્ત બને. પોતા થકી જ કલ્યાણ થાય એવી કર્તાપણાની ભાવના શ્રી પ્રભુના આત્મામાં જન્મ પામતી નથી. ત્યારે શ્રી ગણધરને જીવ સમસ્તના કલ્યાણભાવની ભાવનામાં પોતાને નિમિત્ત થવાની ઈચ્છા પાયારૂપ હોય છે. આમ ગણધરને થતી કલ્યાણભાવનામાં પોતાનો કર્તાપણાનો ભાવ જોડાયેલો હોય છે, ત્યારે શ્રી તીર્થકરની કલ્યાણભાવના આવા કર્તાપણાના ભાવથી રહિત હોય છે. પરિણામે શ્રી તીર્થકર તથા ગણધરના કલ્યાણકાર્યમાં અમુક ફેરફાર રહે છે. શ્રી તીર્થંકર પ્રભુ અકર્તા રહી કલ્યાણભાવ સેવતા હોવાથી તેમનું કલ્યાણકાર્ય સર્વજ્ઞ થયા પછી શરૂ થાય છે, તે પહેલાં તેઓ મુખ્યતાએ સ્વકલ્યાણમાં જ પ્રવર્તતા હોય છે. ત્યારે શ્રી ગણધરનું કલ્યાણકાર્ય શ્રી તીર્થંકર પ્રભુનાં કેવળજ્ઞાન પછી અને પોતાનાં કેવળજ્ઞાન પહેલાં એટલે કે તીર્થકર પ્રભુના શિષ્ય થયા પછી શરૂ થાય છે. એ વખતે તેઓ પ્રથમના ચાર જ્ઞાનના ધારક અને પંચમ જ્ઞાનના ઉપાસક બની ગણધર પદને શોભાવે છે. તેમનું આવું કલ્યાણકાર્ય કેવળજ્ઞાન થતા ઘણું ઓછું થઈ જાય છે, અને કેવળીપ્રભુ જેવી સ્થિતિમાં આવી જાય છે. તેમ છતાં અન્ય કેવળીપ્રભુ કરતાં તેઓ વિશેષે કલ્યાણકાર્ય કરતાં હોય છે. પરંતુ ગણધર પદનાં ઉદય સાથે તેઓ જગતજીવોને બોધે છે, આત્માર્થે સહાય કરે છે ત્યારે તેમની સક્રિયતા ઘણી વધારે હોય છે.
આચાર્ય પદવીમાં શ્રી ગણધરપ્રભુ પછી અન્ય પદવીધારી આચાર્યો આવે છે. જેમ જેમ બીજા જીવોનાં કલ્યાણકાર્યમાં મદદરૂપ થવાની ભાવના ઉન્નત તેમ તેમ
૩૩૪