________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
તેમનાં જ્ઞાન તથા દર્શનનાં આવરણો અલ્પ થતાં જતાં હોવાથી તેઓ પદવીધારી બને છે. અને પોતે સેવેલા કલ્યાણભાવને કારણે અનેક જીવોને સક્રિય રીતે મદદરૂપ થાય છે. તેઓ પણ ચારિત્રપાલનમાં ખૂબ એકાગ્ર અને નિયમિતતા સેવે છે.
શ્રી આચાર્યજી પછીની પદવીએ શ્રી ઉપાધ્યાયજી ઇષ્ટ પદમાં આવે છે. તેઓ પ્રભુએ બોધેલા અને આચાર્યજીએ આચરેલા આત્મા વિશેના સિધ્ધાંતો ભણે છે અને ભણાવે છે. ઉપાધ્યાયજી મુખ્યતાએ પઠન પાઠનનું કામ કરે છે. ઉપાધ્યાયજી ૨૫ ગુણોના ધારક છે. તેઓ અગ્યાર અંગ અને બાર ઉપગનું અધ્યયન કરે છે અને કરાવે છે. આ ૨૩ ગુણ થયા. ઉપરાંત ચરણ સિત્તરી અને કરણ સિત્તરીનું પાલન એ બીજા બે ગુણ મળી કુલ ૨૫ ગુણ થાય. સામાન્ય સંજોગમાં તેઓ જે આચાર પાળે તે ચરણ સિત્તરી અને વિશેષ સંજોગમાં જે આચારનું પાલન કરે છે તે કરણ સિત્તરી. શ્રી આચાર્યજી કરતાં તેમના આચારપાલન તથા ક્ષયોપશમ થોડા ઓછા હોય છે, પરંતુ તેમનું મુખ્ય કાર્ય જીવોને ધર્મ સન્મુખ કરવાનું અને સહુ જીવોને પ્રભુનો માર્ગબોધ જણાવવાનું રહે છે. તેમને આ કાર્ય કરવામાં ઘણો ઉત્સાહ રહેતો હોવાથી અન્ય આગળ વધતા જીવોને તેઓ ઘણા ઉપકારી થઈ શકે છે. શ્રી તીર્થકર તથા આચાર્ય કરતાં તેમની કલ્યાણભાવના વિશેષ સ્પ્રહાવાળી હોવાથી પ્રાથમિક અવસ્થાથી બહાર આવતા જીવો માટે તેઓ વિશેષ સાથ આપી શકે છે, અને શિષ્યોને ઓછા પુરુષાર્થે પણ સાથ આપે છે. આચાર્યજીમાં નિસ્પૃહપણું વધુ હોય છે. તેથી યોગ્ય ઉત્તમ પુરુષાર્થી શિષ્યો તેમની પાસેથી ઘણું મેળવી શકે છે, પણ મંદ પુરુષાથી શિષ્યો પોતાની મંદતાને કારણે ઉત્તમની પ્રાપ્તિ સહેલાઈથી કરી શકતા નથી. એવી સ્થિતિમાં ઉપાધ્યાયજી શિષ્યની વિશેષ કાળજી કરી તેને આગળ વધારવાની મહેનત કરે છે.
પંચપરમેષ્ટિ પદના અંતિમ તબક્કામાં આવે છે. શ્રી સાધુસાધ્વીજી. તેઓ સર્વસંગ પરિત્યાગ કરી, પોતાના ગુરુની આજ્ઞાએ વર્તા, પોતાનું જ કલ્યાણ કરવામાં વિશેષ વ્યસ્ત રહે છે. તેઓ પરમ વિનય કેળવી પ્રભુના બોધેલા માર્ગમાં ચાલવાનો ભવ્ય પુરુષાર્થ આદરે છે. તેમના ૨૭ ગુણો છે. પાંચ મહાવ્રતનું પાલન તે પાંચ ગુણ,
૩૩૫