________________
કેવળી પ્રભુનો સાથ
રાત્રભિોજન ત્યાગ તે એક ગુણ, છ કાય જીવની રક્ષા તે છ ગુણ, પાંચ ઈન્દ્રિયના વિષયોને રોકવા તે પાંચ ગુણ, લોભનો નિગ્રહ કરવો, ક્ષમા ધારવી, ચિત્તને નિર્મળ રાખવું, વસ્ત્રની વિશુધ્ધ પ્રતિલેખના કરવી, સંયમ યોગમાં પ્રવર્તવું, મન વચન કાયાને અકુશળતાથી પ્રવર્તતા રોકવા તે ત્રણ ગુણ, પરિષહ તથા ઉપસર્ગ સહન કરવા તે બે ગુણ મળી કુલ સત્તાવીશ ગુણ થાય છે. તેઓ જગતનાં સુખના લોભનો ત્યાગ કરી આત્મસુખ મેળવવાના પુરુષાર્થમાં પ્રવર્તે છે. તેઓ મુખ્યતાએ વસ્તીમાં રહેવા છતાં અલગ રહેતાં હોવાથી જનસમુદાયને સન્માર્ગનું આચરણ અને બોધ પોતાનાં દશા, કલ્યાણભાવ તથા ક્ષયોપશમ અનુસાર આપતા રહે છે.
આમ આ પાંચ પરમેષ્ટિ ભગવંત જગત જીવોના કલ્યાણકાર્યમાં પોતપોતાની રીતે અમૂલ્ય ફાળો નોંધાવતા રહે છે. તેઓ સહુને પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ આદિનું પાલન હોય છે, પણ સહુની કક્ષા અનુસાર તેમાં ઘણી તરતમતા પ્રવર્તતી હોય છે. અને તેનું કારણ તેમનો દશાભેદ છે. આમ અરિહંતના ૧૨ ગુણ, સિધ્ધના ૮ ગુણ, આચાર્યના ૩૬ ગુણ, ઉપાધ્યાયના ૨૫ ગુણ અને સાધુસાધ્વીના ૨૭ ગુણ મળી કુલ ૧૦૮ ગુણ થાય છે. જેની પ્રાપ્તિ કરવાના શુભ હેતુથી જીવો ૧૦૮ પારાની માળા ફેરવતા રહે છે. અને પાંચ પરમેષ્ટિ પ્રભુની કૃપા મેળવવા ઘણા જીવ તત્પર બને છે.
આવા બળવાન, શુભ કલ્યાણકારી પંચ પરમેષ્ટિ ભગવંતની અસીમ કૃપા તથા સહાય મેળવીને જીવ નિત્યનિગોદથી વિકાસ કરી સંજ્ઞી પંચેન્દ્રિય થવા સુધી વિકસે છે. ત્યાં તે જીવની વિકાસયાત્રા પૂરી થતી નથી, સંસારી વિકાસ પૂરો થતાં આત્મવિકાસનો આરંભ તે જીવે કરવાનો રહે છે. તે માટે કોઈ મહાભાગ્યવાન સંજ્ઞીપંચેન્દ્રિયપણાના ભવમાં તે જીવને શ્રી તીર્થંકર પ્રભુની દેશના સાંભળવાનો સુયોગ સાંપડે છે. અને તેમાંથી કોઈ વિશિષ્ટ ભાગ્યની પળે શ્રી પ્રભુ સાચા છે એ ભાવનો પડઘો તેનાં અંતરમાં પડે છે, એટલું જ નહિ પણ પ્રભુનાં ઉત્તમોત્તમ કલ્યાણભાવની અસર સ્વીકારી તે જીવ એક સમય માટે તેના દેહથી ભિન્નપણાનો અનુભવ કરે છે. એટલે કે તે જીવ અંતરવૃત્તિસ્પર્શ પામે છે. આત્માની સ્વાનુભૂતિના
૩૩૬