________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
આ પહેલા સમયે જીવ પોતાનું અભવિપણું ત્યાગી ‘ભવિ જીવ’ બને છે. એટલે કે તે ભવિષ્યમાં ક્યારેક ને ક્યારેક સિદ્ધ થશે તેવી બાંહેધારી તેને મળે છે. અંતવૃત્તિનો સ્પર્શ કરાવવાનું કાર્ય શ્રી તીર્થકર પ્રભુ સિવાય અન્ય કોઈ આત્મા કરી શકતો નથી. આ પ્રથમ સમયની અનુભૂતિ કરાવવાનું કામ, જેમણે ઉત્તમમાં ઉત્તમ કલ્યાણભાવ સેવ્યો હોય તેવા શ્રી તીર્થંકર પ્રભુ જ કરી શકે છે. આમ પરમાર્થના સૌ પ્રથમ પગથિયે ચડવા માટે શ્રી તીર્થંકર પ્રભુનો સાથ જીવને માટે અનિવાર્ય છે. શ્રી કેવળીપ્રભુ જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા વીર્યની અપેક્ષાએ શ્રી તીર્થકર સમાન જ છે, પણ છબસ્થ અવસ્થાના આરાધન, ભાવના તથા કલ્યાણભાવના ફલકના ફરકના હિસાબે તેઓ આવો ઉત્તમ ઉપકાર જગતજીવો પર પ્રારંભિક સ્થિતિમાં કરી શકતાં નથી. વળી એક સમયનું જ્ઞાન શ્રી કેવળીપ્રભુ સિવાય અન્ય કોઈ પણ છદ્મસ્થ આત્માને સંભવતુ ન હોવાથી કેવળી અવસ્થાની નીચેની અવસ્થાએ આ કાર્ય કરવા કોઈ પણ જીવ સમર્થ થઈ શકતો નથી. અલબત્ત, પરમાર્થનું પ્રથમ પગથિયું ચડવા માટે જેમ શ્રી તીર્થંકર પ્રભુ જેવા ઉત્તમોત્તમ આત્માની સહાયની જરૂરત છે તેમ જ જીવને એ કૃપા તથા કરુણા ઝીલવાની પાત્રતા હોવી એવી જ અનિવાર્ય છે. જો જીવનું ઉપાદાન કે પાત્રતા તૈયાર ન હોય તો શ્રી અરિહંત પ્રભુનું નિમિત્ત પણ નિષ્ફળ જાય છે.
અંતરવૃત્તિસ્પર્શ પામ્યા પછી, એ દેહ તથા આત્માની ભિન્નતા અનુભવવા માટેનો સમય વધારવાનો રહે છે. શરૂઆતની આ વર્ધમાનતા માટે શ્રી અરિહંત પ્રભુનો સાથ કલ્યાણકારી તેમજ અનિવાર્ય છે. શ્રી અરિહંત પ્રભુના યોગની સહાયથી સંજ્ઞીપણે અવ્યક્ત પુરુષાર્થ કરતો કરતો જીવ એક સમયની અનુભવેલી દેહાત્માની ભિન્નતાને આઠ સમયના ગાળા સુધી લઈ જાય છે, આ દશાને નિશ્ચયથી વ્યવહાર સમકિત કહેવામાં આવે છે. એકથી આઠ સમય સુધી ભિન્નતાનો ગાળો વધારવામાં અન્ય કોઈ જીવ કે શુધ્ધાત્મા ઉપકાર કરી શકતા નથી, માત્ર તે કાર્ય કરવા શ્રી અરિહંત પ્રભુનો કલ્યાણભાવ જ સમર્થતા ધરાવે છે. જીવ જ્યારે જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિયપણે વાસ્તવિકતામાં અરિહંત પ્રભુના યોગમાં આવે છે ત્યારે જ તેનો આત્માર્થે વિકાસ થાય
૩૩૭