________________
કેવળી પ્રભુનો સાથ
છે, જીવને જો અંતવૃત્તિસ્પર્શ પછી અસંજ્ઞીપણું આવ્યું હોય તો ફરીથી સંજ્ઞી પંચેન્દ્રિય થાય તે પછીથી જ આત્માર્થે વિકાસ થાય છે. તેથી જીવને કેટલીક વાર એકથી આઠ સમયની ભિન્નતા સુધી પહોંચવામાં સંજ્ઞી અસંજ્ઞીની ચડઉતર વચમાં આવી જાય છે. શ્રી અરિહંત પ્રભુનો નિશ્ચયથી વ્યવહાર સમકિત સુધી જીવને પહોંચાડવાનો ઉપકાર સદાકાળ માટે અવર્ણનીય છે.
નિશ્ચયથી વ્યવહાર સમકિત લીધા પછી આગળ વધવા માટે એટલે કે આઠ સમયની ભિન્નતાથી આગળ વધી અસંખ્ય સમય સુધીની ભિન્નતા અનુભવવા સુધી પહોંચવામાં જીવને શ્રી તીર્થંકર પ્રભુ ઉપરાંત શ્રી કેવળી પ્રભુનો સાથ પણ મળે છે. સંજ્ઞી છદ્મસ્થ જીવની જાણકારી અસંખ્યાત સમયવર્તી હોય છે. તેનાથી નાના ગાળાની પ્રક્રિયા જીવથી અજાણ રહે છે, માટે અસંખ્યાત સમયની ભિન્નતા અનુભવવા સુધીનો વિકાસ કરવા માટે જીવને શ્રી સર્વજ્ઞપ્રભુની સહાય જરૂરી છે, કેમકે તેમને સમય સમયનું જ્ઞાન વર્તે છે. કોઈ છદ્મસ્થ જીવ, પોતે જ સંખ્યાત સમયના જ્ઞાનથી અજાણ હોવાને કારણે આ વિકાસ કરાવી શકતો નથી. વળી આ વિકાસ જીવ પોતે સભાનપણે કરી શકતો નથી, કેમકે તેને સંખ્યાત સમયનું જ્ઞાન સંભવતું નથી. તેથી જ્યારે તે જીવ શ્રી તીર્થંકર પ્રભુ કે કેવળીપ્રભુ રૂપ સર્વજ્ઞ વીતરાગના સંપર્કમાં આવે છે ત્યારે તેમના સાનિધ્યમાં શુભભાવે પ્રવર્તી તે દેહાત્માની ભિન્નતાનો સમય વધારી શકે છે. વિકાસ કરનાર કે કરાવનાર બંને છમસ્થ હોય તો તેનાં કારણે અસંખ્યાત સમયથી નાના ગાળાનો વિકાસ થઈ શકતો નથી. જ્યારે શ્રી તીર્થકર પ્રભુ જીવને વિકાસ કરવા માટે નિમિત્તરૂપ હોય તો તેમના બળવાન કલ્યાણભાવના આધારે જીવ ઓછા પુરુષાર્થથી, ઓછા શુભભાવથી પણ વિકાસ સાધી શકે છે; એટલે કે જીવને બળવાન શુભ ભાવનો ઉદય આવશ્યક રહેતો નથી. પરંતુ જો કેવળી પ્રભુ તેના વિકાસ માટે નિમિત્તરૂપ હોય તો, તેમના કલ્યાણભાવ શ્રી તીર્થંકર પ્રભુ જેટલા બળવાન ન હોવાને લીધે જીવના વિશેષ શુભભાવના ઉદયની જરૂરત રહે છે. બંને પ્રકારના સર્વજ્ઞપ્રભુ ચારે ગતિના સંજ્ઞી જીવો પર ઉપકાર કરે છે. તેમના સર્વજ્ઞપણાના પ્રભાવથી કોઈ પણ સંજ્ઞી પંચેન્દ્રિય જીવ આત્મવિકાસ સાધી શકે છે.
૩૩૮