________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
એટલે કે દેહ અને આત્માની ભિન્નતાના સમયની સંખ્યા કોઈ પણ ગતિમાં જીવ વધારી શકે છે.
અસંખ્યાત સમય સુધી દેહ તથા આત્માની ભિન્નતાને અનુભવવા જ્યારે જીવ શક્તિશાળી થાય છે, ત્યારે તેના સ્વતંત્ર પુરુષાર્થની શરૂઆત થાય છે. અસંખ્યાત સમયની ભિન્નતાથી વધારે કાળ માટે જીવને આત્માનુભવ થાય છે ત્યારે તે જીવને પોતાને પોતાનાં કાર્યની ઝાંખી આવી શકે છે. એટલે કે તે જીવને સભાનતાથી પુરુષાર્થ કરવાની આવડત આવતી જાય છે. પરિણામે પહેલા કરતાં થોડી ઓછી સહાયના કાળમાં પણ તે જીવ પોતાની સ્વઇચ્છાના પુરુષાર્થથી પણ વિકાસ સાધી શકે છે. આમ આ વિકાસમાં દ્વિપક્ષીય પુરુષાર્થ કામ કરે છે. શ્રી સર્વજ્ઞ પ્રભુના કલ્યાણભાવની અસરથી જીવની ભાવ પરિણતિ સહજપણે શુભ થતી જાય છે, જેથી છૂટવાના તેના ભાવ અવ્યક્તપણે વધતા જાય છે. બીજી બાજુ અમુક અંશે તેની સમજદારી વધી હોવાથી તે સમજણપૂર્વક છૂટવાના ભાવ સાથે ઇચ્છાપૂર્વક છૂટવાનો પુરુષાર્થ પણ શરૂ કરે છે. આવી કક્ષાએ જીવને પ્રભુ માટેના પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતા હોવાનું મહાભ્ય સમજવાની શરૂઆત થાય છે. અને તેની ફલશ્રુતી રૂપે તે જીવને વિકાસ કરવા માટે શ્રી સર્વજ્ઞ પ્રભુ ઉપરાંત શ્રી આચાર્યના કલ્યાણભાવની સહાયતા મળતી થાય છે. આચાર્યજી શ્રી પ્રભુની અને સદ્ગુરુની આજ્ઞાએ ચાલી પોતાનો કલ્યાણભાવ બળવત્તર કરવામાં અને કર્મકટિ કરવામાં વ્યસ્ત રહે છે, તેથી તેમની વધતી આત્મદશા અને આત્મશુદ્ધિનાં પ્રમાણમાં કલ્યાણભાવ પણ વધતો જતો હોય છે. આવા આચાર્યના સંપર્કમાં વિકાસ ઇચ્છતો જીવ આવે છે ત્યારે તેને તેમનો જ કલ્યાણભાવ સ્પર્શે છે, અને તેનો સ્વકલ્યાણ કરવાનો ઉત્સાહ તથા ભાવના વધતાં જાય છે. સદગુરુ આશ્રયે તે જીવ પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણથી થતાં લાભ જાણતો જાય છે, અને તે ત્રણેનું આરાધન કરી જ્ઞાન, દર્શન તથા ચારિત્રની વિશુદ્ધિ કરવાની પ્રેરણા લઈ કલ્યાણ કરવા તે જીવ સભાનપણે પ્રવૃત્ત થાય છે.
બીજી બાજુ તેને મિથ્યાત્વનો ઉદય વર્તતો હોવાને લીધે સંસારના શાતાના ઉદયોમાં જ સુખ તથા આનંદ અનુભવાતો હોય છે. સંસારની અનિત્યતા,
૩૩૯