________________
કેવળી પ્રભુનો સાથ
અશરણતા, અશુચિ આદિ ગૌણ બની જાય છે, અને ક્ષણિક સુખોના આકર્ષણનો જમાવ ખૂબ બળવાન થયો હોય છે. પરંતુ જ્યારે મહા પુણ્યોદયના યોગથી તેને સદ્ગુરુનો મેળાપ થાય છે, તેમની સાથેનો શુભ ઋણાનુબંધ ઉદયમાં આવવાથી તેમના પ્રતિ જીવને અપૂર્વ એવો અસંસારી પ્રેમ જાગે છે અને સંસારનાં સમસ્ત દુ:ખોથી મુક્ત થવાની તેની ઇચ્છાપૂર્તિ માટે આ પવિત્ર આત્માની મદદ અનન્ય રીતે કલ્યાણકારી છે તેવું શ્રદ્ધાન ઉત્પન્ન થઈ દઢ થતું જાય છે. આ શ્રદ્ધાનનાં કારણથી તેને શ્રી સદગુરુએ બોધેલા માર્ગે ચાલવાની આકાંક્ષા અને અભિલાષા જાગૃત થઈ વધતાં જાય છે. પરિણામે તેનું સંસારી સુખનું આકર્ષણ અને તેનો મોહ હીન થતો જાય છે.
શ્રી ગુરુની આજ્ઞાએ વર્તવાનો નિર્ણય થતાં તે જીવ શા માટે શ્રી ગુરુનાં શરણે આવ્યો છે તેનો નિશ્ચય કરે છે. સંસારના સર્વ પ્રકારનાં હારબંધ દુ:ખોથી છૂટવાની ઈચ્છા શ્રી તીર્થકર તથા શ્રી કેવળીપ્રભુના યોગથી જન્મ પામી હતી, તે ઈચ્છાનું પોતાની જાણકારી રહે તેટલું પ્રાબલ્ય થવાથી તે સગુરુ અને આચાર્ય રૂપે વિચરતા સપુરુષ માટે તેઓ જ યથાર્થ માર્ગદર્શક છે એવો ભાવ વેદે છે. અને આ વેદનમાં તે પુરુષાર્થી અને કલ્યાણદાતા આત્મા માટે જાગતા શ્રદ્ધાનના ભાવને વાચા આપવા તે પ્રાર્થનાનો આશ્રય ગ્રહણ કરે છે. પોતાના જે જે અભિલાષા છે, જે જે શુભ તત્ત્વો મેળવવાની તમન્ના છે, જે જે દોષોથી પોતાને છૂટકારો જોઈએ છે તે તે સર્વ શ્રી સદ્ગુરુ પાસે વ્યક્ત કરી માર્ગદર્શન લઈ તે પ્રમાણે વર્તન કરવાનું શીખતો જાય છે. પરિણામે તે સગુરુના કલ્યાણભાવનો પોતાને ઉત્તમતાએ લાભ મળે એવા અવ્યક્ત હેતુ સાથે હૃદયના ઊંડાણથી પ્રાર્થના કરવાની પાત્રતા કેળવતો જાય છે.
આવી વિવિધ ઈચ્છાઓ વ્યક્ત કરતી પ્રાર્થના કરતાં કરતાં તેને સહજતાએ તથા કેટલીકવાર શ્રી ગુરુના યોગ્ય માર્ગદર્શનને કારણે સમજાય છે કે પોતે અત્યાર સુધી જે રીતે સંસારમાં વર્તન કર્યું છે તે સત્ય માર્ગથી સાવ વિપરીત હતું, તે વર્તન સ્વચ્છંદી હતું, અને ખૂબ દોષોથી ભરેલું હતું. આવા દોષો કરવાનું જ્યાં સુધી
૩૪૦