________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
ટળે નહિ ત્યાં સુધી પોતે કરેલી પ્રાર્થના કેવી રીતે સફળ થઈ શકે? આ પ્રશ્ન તેને મુંઝવણ આપે છે. અને તેનાં સમાધાન રૂપે પોતામાં રહેલા દોષોની નિવૃત્તિ કરવા અને ગુણોનો વિકાસ કરવા તેનો આત્મા તલસવા માંડે છે. પ્રાર્થનાથી આ દોષો વધતા અટકાવવા તે પ્રયત્ની થાય છે. પણ પૂર્વે કરેલી ભૂલોનું નિરાકરણ ન થાય ત્યાં સુધી તેને તેનો આત્મા ડંખ્યા કરતો હોવાથી, પોતે સેવેલા અગણિત દોષો માટે તેનાં હૃદયમાં શુધ્ધ પશ્ચાત્તાપ પ્રગટે છે, અને જેમ જેમ સમજણ વધે છે તેમ તેમ તે પશ્ચાત્તાપ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો જાય છે. આ ઉગ્ર પશ્ચાત્તાપની ભઠ્ઠીમાં તવાઈને તેનો આત્મા નવાં તથા જૂનાં પાપથી છૂટતો જઈ શુદ્ધિ તરફનું પ્રયાણ આરંભે છે. આવો પશ્ચાત્તાપ કરતી વખતે તે જીવને મળતું શ્રી પ્રભુના કલ્યાણભાવનું વર્તુળ તેને આત્માનાં શાંતિ તથા સમતાના ગુણની અનુભૂતિ આપે છે, જેથી તે જીવ અંતરંગ હળવાશ અનુભવતો થાય છે.
આવી હળવાશની પળોમાં તેને આત્માના અપૂર્વ સ્વભાવની તથા ગુણોની થોડી થોડી સભાનતા આવતી થાય છે, અને આવા ગુણો પોતામાં જલદીથી પ્રગટ થાય એવી મનીષા તેને તે ગુણોનું રટણ કરવા પ્રેરે છે. આ રટણ કરવા માટે શ્રી સદ્ગ તરફથી તેને મંત્રની ભેટ મળે છે, અને એ રીતે સદ્ગુરુનો સાથ મેળવી તે સપ્રવૃત્તિ માટે તૈયાર થતો જાય છે. તેને મંત્રના રટણનું મહાભ્ય સમજાતું જાય છે. મંત્રસ્મરણમાં તે પ્રભુકૃપાથી અને ગુરુની કૃપાથી જ્યારે એકાગ્ર થાય છે ત્યારે સંસારી અભિલાષા તથા સંસારી ભાવોથી સ્પષ્ટપણે જુદાપણું અનુભવે છે. આમ થતાં તેને નિર્ણય થાય છે કે સંસારક્ષય કરવા માટે મંત્રસ્મરણ કરવું એ અતિ આવશ્યક અંગ છે. જે સગુરુની કૃપાથી આવા આત્મબોધક મંત્રની પ્રાપ્તિ થાય છે, તે ગુરુના ઉત્તમ કલ્યાણભાવથી ભરેલો હોય છે, એટલે મંત્ર રટતાં તેમનો કલ્યાણભાવ ઝહાતો હોવાથી શિષ્યને તેના થકી ખૂબ ખૂબ લાભ થાય છે.
આ રીતે અનુભવાતા આચાર્યજીના ઉપકારને કારણે જીવને સગુની પ્રાપ્તિની આવશ્યકતા સમજાય છે, ગુરુના શરણે જવાની મહત્તા તેના અંતરમાં સ્પષ્ટ થાય છે, પરિણામે સગુરુનાં અનન્ય શરણમાં રહી આત્માનું આરાધન કરવાની તેની
૩૪૧