________________
કેવળી પ્રભુનો સાથ
તાલાવેલી જન્મ પામી વધતી જાય છે. સંસારી ભાવોથી મુક્ત થઈ આત્મશાંતિ મેળવવાની અને વધારવાની મહત્તા તેને પ્રત્યક્ષ થતી જાય છે. આવી સમજણ આવ્યા પહેલાંનો તેનો વિકાસ પ્રયત્નપૂર્વકના વાસ્તવિક આરાધન વિના થયો હતો, અર્થાત્ તે વિકાસ પ્રભુના સમર્થ કલ્યાણભાવની અસર નીચે થયો હતો, થતો હતો. તે કારણે તેના વિકાસમાં સ્વના પુરુષાર્થ કરતાં મહાસમર્થ આત્માઓની સહાય વિશેષ કાર્યકારી હતી. પરંતુ જીવથી સદ્ગુરુનાં શરણમાં જઈ સભાનપણે સ્વપુરુષાર્થ જાગૃત થઈ શકે તો થોડા નબળા નિમિત્તમાં પણ સ્વપુરુષાર્થની સહાયથી વિકાસ સાધી શકાય છે એવી જાણકારી આવતાં તે જીવ પોતાનો પુરુષાર્થ વધારવા મહેનત કરે છે.
આવી મહેનત તે જીવ અસંખ્યાત સમયની દેહ-આત્માની ભિન્નતા અનુભવે તે ગાળામાં વહેલામાં વહેલી કરી શકે છે, તે પહેલાં જીવનું જ્ઞાન પ્રવર્તતું ન હોવાથી સભાનપણે મહેનત કરવી શકય થતી નથી. સ્વપુરુષાર્થને મૂર્ત રૂપ આપવામાં સૌથી મોટો ફાળો શ્રી આચાર્યજીનો છે. આ જીવ મુખ્યતાએ સંસારીભાવમાં પડ્યો રહેતો હોવાથી પૂર્ણ વીતરાગ પ્રભુ સાથે અનુસંધાન કરતાં તેને આવડતું હોતું નથી. આથી પૂર્ણ વીતરાગ પ્રભુ સાથે પોતા જેવા જીવનું અનુસંધાન કરાવી શકે એવા કડીરૂપ આત્માની સહાયની તેને જરૂર પડે છે. શ્રી આચાર્યજી આત્માની ઉચ્ચ દશાએ બિરાજતા હોવાથી શ્રી વીતરાગ પ્રભુની દશાને યથાર્થતાએ સમજી શકે છે, અને પોતે સરાગ અવસ્થામાં હોવાથી પ્રારંભિક સાધક જીવની જરૂરિયાત અને ઈચ્છા પણ સમજી શકે છે, તેથી પૂર્ણ વીતરાગ અને સંસારી જીવને જોડતી કડી આચાર્યજી સફળતાપૂર્વક થઈ શકે છે, તેઓ પોતાના કલ્યાણભાવની સહાયથી પ્રારંભિક સાધકને આશ્રય આપી વિકાસ કરવા નિમિત્ત આપતા રહે છે. પ્રારંભિક સાધક વીતરાગતાથી સાવ અજાણ હોવાથી તેને પૂર્ણ વીતરાગનો વ્યવહાર સમજાતો નથી, તે પોતાના ગજથી જ વીતરાગને માપતો હોવાથી વીતરાગના શુધ્ધ સ્વરૂપની પ્રતીતિ તેને આવી શકતી નથી. માટે સાચી સમજણના અભાવમાં તે વીતરાગની તદ્દન નજીક આવી શકતો નથી. આ સંજોગોમાં તેને અચાર્યજીની મદદ ખૂબ જ ઉપકારી નીવડે છે.
૩૪૨