________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
પ્રભુની દેશના પ્રકાશવાની છે એવી જાણકારી જ્યારે અવધિજ્ઞાની દેવોને આવે છે ત્યારે તે દેવો ઉત્સાહિત બની, હર્ષોન્મત્ત થઈ દેવલોકના દુંદુભિને વગાડે છે અને લોકોને જાણ કરે છે કે હવે થોડા કાળમાં જ પ્રભુની પરમ કલ્યાણકારી દેશના પ્રગટ થવાની છે. આ દુંદુભિ સાંભળીને તેના મંજુલ સ્વરથી આકર્ષાઈને ભવ્ય જીવો સમવસરણમાં જવા પ્રેરાય છે. આમ દેવદુંદુભિનો નાદ પ્રભુના પ્રતિહારીનું કામ કરી લોકોને પ્રભુના બોધનો લાભ લેવા પ્રેરણા કરે છે.
પ્રભુનાં આવાં કલ્યાણકાર્યની છડી પોકારનાર અન્ય તત્ત્વ છે ત્રણ છત્રો. પ્રભુજીને કેવળજ્ઞાન પ્રગટ થઈ તીર્થકરપદ ઉદયમાં આવે છે ત્યારથી દેવો તેમના શિર પર ત્રણ છત્રોની રચના કરે છે. તેમાં સૌથી નીચેનું છત્ર સહુથી મોટું, મધ્યનું છત્ર મધ્યમ મોટું અને ઉપરનું છત્ર સહુથી નાનું હોય છે. આ ત્રણે છત્રો શ્વેત હોય છે અને નીચેના ભાગમાં દિવ્ય મોતી લટકતાં હોય છે. ત્રણે છત્રોમાં વિવિધ પ્રકારનાં રત્નો જડેલો હોય છે. વ્યવહારથી આ છત્રો પ્રભુનાં મસ્તક પર છાયા કરતાં દેખાય છે, પણ ઊંડાણથી જોતાં એ પ્રભુને પ્રાપ્ત થયેલ ત્રણ ઉત્તમ રત્નો જ્ઞાન, દર્શન તથા ચારિત્ર દ્વારા શુદ્ધાત્માનું રક્ષણ થાય છે એ સ્પષ્ટ કરે છે. સાથે સાથે ત્રણે લોક પરનું પ્રભુનું આધિપત્ય સૂચવે છે. ત્રણે લોકના જીવોને આત્માર્થે આગળ વધારવા આ પ્રભુ સમર્થ થયા છે એવો સંદેશો ત્રણે છત્રો જીવોને પહોંચાડે છે.
સિંહાસન પર બેસી પ્રભુ જ્યારે દેશના આપે છે ત્યારે તેમને પૂર્ણતાએ જ્ઞાન તથા દર્શન પ્રગટયાં હોય છે. કેવળજ્ઞાન તથા કેવળદર્શનથી વિભૂષિત થયેલા પ્રભુનાં આત્માનું તેજ તેમનાં મસ્તકની આસપાસ ખૂબ ફેલાય છે. અને પ્રભુનાં મસ્તકની પાછળના ભાગમાં અદ્ભુત તેજનું વર્તુળ રચાય છે. આ તેજવર્તુળ પ્રભુનાં ભામંડળ તરીકે ઓળખાય છે. પરંતુ સામાન્ય જીવોને આ ભામંડળના દર્શન સામાન્યપણે થતાં નથી, માત્ર ઉચ્ચ દશાવાન જીવો મૂળ ભામંડળના દર્શન કરી શકે છે. આવા અમૂલ્ય ભામંડળના દર્શન સહુ જીવોને સુલભ કરાવવા દેવો તેમાં અનેક તેજસ્વી રત્નો જડે છે. આ પુગલમય રત્નોના તેજથી આકર્ષાઈ જીવો પ્રભુના મુખ પર ધ્યાન કેંદ્રિત કરવા પ્રેરાય છે. અને જ્યારે તેઓ પ્રભુનાં મુખ પર એકાગ્ર થાય છે ત્યારે મૂળ
૩૨૯