________________
પ્રાર્થના
કારણ કે સર્વ સંસારી પદાર્થો નાશવંત છે, ક્ષણિક છે. સંસારીભાવો સદાય પરિવર્તનશીલ છે.
૫રમાર્થે થતી પ્રાર્થનામાં આ પ્રકારથી થોડુંક જુદાપણું જોવા મળે છે. યોગ્ય પ્રાર્થુક યોગ્ય દાતા પાસે શાશ્વત સુખ મેળવવા માટે પ્રાર્થના કરે તો તે પરિપૂર્ણ થાય જ છે. પરમાર્થદાન ન કરવાની ભાવના કોઈપણ સત્પુરુષ કે જ્ઞાનીપુરુષમાં સંભવી શકતી નથી. તેથી માત્ર પ્રાર્થુકની યોગ્યતા પર સફળતાનો આધાર રહે છે. શ્રી સર્વજ્ઞપ્રભુ – કેવળીપ્રભુ સમક્ષ અથવા તેમની ગેરહાજરીમાં તેમના આશ્રયે આગળ વધતા સત્પુરુષ કે જ્ઞાનીપુરુષ સમક્ષ પૂર્ણ આત્મશુદ્ધિ મેળવવાની અભિલાષાથી પ્રાર્થના કરવામાં આવે તો તે અવશ્ય ફળવાન થાય છે; કારણ કે શ્રી પ્રભુમાં સર્વ પ્રકારની સમર્થતા ખીલેલી હોય છે, તે ઉપરાંત એ સમર્થતા સહુ જીવોમાં આવે તે પ્રકારના ભાવ તેમણે સર્વજ્ઞપણું પ્રગટાવતાં પહેલાં બળવાનપણે સેવ્યા હોય છે. તે ભાવની પૂર્ણતા અર્થે તેઓ પોતાની ‘કેવળલક્ષ્મી’નું દાન નિઃસંકોચતાથી કરતા રહે છે. તેમના આ પરોપકારને સત્પુરુષો તથા જ્ઞાનીપુરુષો સતત ગ્રહણ કરતા રહે છે. શ્રી સર્વજ્ઞ પ્રભુના કૃપાધોધમાં સદૈવ તરબોળ રહેવા તેઓ ઉત્સુક હોય છે, તેથી તેઓ પણ પોતાના પુરોગામીના શિક્ષણ અનુસાર પોતાને પ્રાપ્ત થયેલી અધ્યાત્મ સંપત્તિનું દાન, શ્રી પ્રભુ પ્રતિ અહોભાવ સેવતાં સેવતાં પૂરી ઉદારતાથી કરતા રહે છે. શ્રી સત્પુરુષ પૂરેપૂરા સભાન હોય છે કે પોતાની પાસે જે કંઈ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી સંપત્તિ છે તેનું મૂળ શ્રી વીતરાગભગવંતની કૃપાદૃષ્ટિના ધોધમાં સમાયેલું છે. કૃપાના સતત વહેતા ધોધને ચાલુ રાખવામાં પોતે એક નિમિત્ત છે. ઉપરથી વરસેલા જ્ઞાનધોધમાં તરબોળ બની એ જ્ઞાન બીજાને પસાર કરતા રહેવાથી કૃપાનું વહેણ ચાલુ રહે છે. જો એ જ્ઞાન તથા કૃપા બીજાને આપવામાં ન આવે તો પોતાનાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ખીલવણી કરતો શ્રી પ્રભુનો કૃપાધોધ પણ સ્થગિત થઈ જાય છે. તેથી શ્રી પ્રભુની કૃપાને પાત્ર અવિરતપણે રહેવું હોય તો શ્રી પ્રભુ જેવીજ નિષ્કારણ કરુણાબુદ્ધિ પોતે સેવવી ઘટે. આમ પોતાની પૂર્ણતા કેળવવાના હેતુથી પણ શ્રી સત્પુરુષ શ્રી પ્રભુ જેવી નિષ્કારણ કરુણાબુદ્ધિથી વર્તે છે. આ બુદ્ધિમાં જો સત્પુરુષ વિક્ષેપ આણે તો તેમની
૧૩