________________
કેવળી પ્રભુનો સાથ
કેવળલક્ષ્મી પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિમાં અવશ્ય વિઘ્ન આવે છે. તેથી કોઈ પણ આત્માર્થી પુરુષ તેમની સંપત્તિનું દાન કરવાની ભાવનામાં ક્યારેય ઓટ આવવા દેતા નથી. જો પરમાર્થદાનમાં કોઈ જીવ ખચકાટ અનુભવે તો તે જીવ પરમાર્થ માર્ગમાં નથી એવું કડક વચન શ્રી પ્રભુએ પ્રકાશ્ય છે. તેથી સંપત્તિ હોવા છતાં સંપત્તિદાનની ભાવના ન હોય તેવું પરમાર્થે ત્રિકાળમાં પણ બનનાર નથી.
શ્રી સત્પરુષોની આ પરમાર્થ પ્રવૃત્તિથી આકર્ષાઈને તેમનાં શરણમાં જવાના ભાવથી જ્યારે તેમની ખોજ કરવામાં આવે છે ત્યારે તેમના યોગનું દુર્લભપણું અત્યંત અનુભવાય છે. સમગ્ર સંસારમાં આવા ઉત્તમ આત્માઓની સંખ્યા અતિ અલ્પ છે. અને તેમાં પણ તેઓ પોતાની પાત્રતા સ્વમુખે જણાવે નહિ, અર્થાત્ તેઓ કોઇને કહે નહિ કે સન્દુરુષ અથવા તો હું જ્ઞાનીપુરુષ છું. તેથી ગ્રાહક જીવોએ તેમનાં વાણી, વર્તન તથા ભાવનું અવલોકન કરીને નક્કી કરવું પડે છે કે આ જીવાત્મા સપુરુષ છે કે નહિ. પરિણામે તેમના વિવિધ કર્મોદયના ફાંસલામાં પુરુષની ઓળખાણ મેળવવી ખૂબ કઠણ થઈ જાય છે. વળી કેટલાક બાહ્ય ચમત્કારો હાંસલ કરનાર જીવો, મોહવશ, માનપૂજાના ભાવથી પોતાને સન્દુરુષ તરીકે ઓળખાવતા હોય છે. આવા જીવોની આ પ્રકારની પ્રવૃત્તિ સન્દુરુષની ઓળખ કરવામાં વિશેષ કઠણાઈ ભેળવે છે તે સમજાય તેવું છે. કેટલીકવાર તેવા જીવોની બાહ્યસમૃદ્ધિ તથા ક્ષુલ્લક ચમત્કારોથી આકર્ષાઈ સામાન્ય જીવ તેને સપુરુષ સમજી, તેમની આજ્ઞાએ પ્રવર્તી, ભેખડે ભરાઈ પોતાનું અકલ્યાણ નોતરે છે. આવું મોટું ભયસ્થાનક પ્રત્યેક જીવને સદ્ગુરુની શોધ કરતી વખતે પાર કરવું પડે છે. તે ભયસ્થાનને ઓળંગવાનો ઉપાય આગળ ઉપર સમજાશે.
વિશેષમાં પ્રાર્થના કરતી વખતે જીવે મનમાં ચાલતા સંકલ્પ તથા વિકલ્પરૂપ વિભાવભાવનો ત્યાગ કરી એ પ્રકારની શ્રદ્ધા કેળવવાની રહે છે કે પોતાના આરાધ્યદેવ પ્રાર્થના સાંભળીને ઈષ્ટની પ્રાપ્તિ કરવામાં જરૂર સહાયભૂત થવાના છે. જ્યાં સુધી જીવ આ શ્રદ્ધાન કેળવતો નથી ત્યાં સુધી તે પ્રાર્થનાની સફળતાની બાબતમાં આશંકિત રહ્યા કરે છે. વિકલ્પોના આ વમળ પ્રાર્થનાથી થતા સંકલિત બળને છિન્નભિન્ન કરી નાખે છે. જો એ સંકલિત થતા બળને તૂટવા દેવું ન હોય તો આરાધ્યદેવ પ્રતિ
૧૪