________________
પ્રાર્થના
પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણભાવનું સિંચન કરવું ઘટે. આરાધ્યદેવ પાસે ઈષ્ટ સંપત્તિ તથા સંપત્તિદાન કરવાની ભાવના હોય છતાં જો પ્રાર્થકમાં પૂરતાં પ્રેમ અને શ્રદ્ધાનો અભાવ હોય તો કાર્યકારી ઈષ્ટફળ સંભવી શકતું નથી. પ્રેમ તથા શ્રદ્ધાનો અભાવ પ્રાર્થનામાં આવતાં ભાવનાં ઊંડાણને રોકે છે, અને પ્રાર્થના શુદ્ધ રીતે થઈ શકતી નથી, તેથી ઈષ્ટદેવ પ્રતિથી આવતું દાન તે સરળતાથી સ્વીકારી શકતો નથી. તે અંતરંગ ખચકાટ સાથે તેને સ્વીકારતો હોવાથી અનેક ખામીઓ ઊભી થાય છે. ભાવનાનાં ઊંડાણના અભાવવાળી સ્થિતિમાં તે જીવનું ચિત્ત, પ્રાર્થનાકાળે અન્ય ભૌતિક સ્થળોએ સહજતાએ ખેંચાઈ જાય છે, તેના ફળ રૂપે આવતાં દાનમાં સ્વમતિકલ્પનારૂપ સ્વચ્છેદ ભળી જાય છે. પરિણામે જીવ વિપરિતાચરણથી મુક્ત થઈ શકતો નથી. વળી યથાર્થ શ્રદ્ધાનનો અભાવ હોવાને કારણે તે સ્પષ્ટપણે અથવા અસ્પષ્ટપણે આશંકા સેવે છે કે મારી પ્રાર્થના સફળ થશે?', ‘તત્ત્વની માંગણી યથાર્થ પ્રમાણમાં પૂરી નહિ થાય તો?' વગેરે. આ અને આવી આશંકાઓમાં રમતો રહી પોતાના સ્વચ્છંદને જીવ મજબૂત કરે છે. તે સ્વચ્છંદના પ્રભાવથી તે જીવ એક જ પ્રાર્થ્યદેવને ન આરાધતાં અન્ય અન્ય સમક્ષ શ્રદ્ધાનના ઊંડાણ રહિત પ્રાર્થના કરતા રહી, બાવાના બેય બગડે એ ન્યાયે ક્યાંયથી પણ સત્ની પ્રાપ્તિ કરી શકતો નથી. તે બાહ્યથી ધર્મારાધન કરતો દેખાતો હોવા છતાં ધર્મવિમુખ જ રહ્યા કરે છે. આ વાત ઉદાહરણથી સમજીએ. એક જીવ પોતાની ઇચ્છાપૂર્તિ માટે શ્રી કૃષ્ણની પ્રાર્થના કરે છે. તેમાં તાત્કાલિક સફળપણું ન અનુભવાતાં, શ્રી કૃષ્ણ માટે અધુરપ વેદી, તેમનાં સામર્થ્ય વિશે આશંકિત થઈ સફળતા આવતાં પહેલાં જ શ્રી કૃષ્ણને છોડી તે શ્રી ગણપતિને પ્રાર્થવા લાગે છે. તેમાં પણ એ જ અધીરજ અને અધુરપ વેદી સ્થિર થતો નથી, અને થોડા જ કાળમાં શ્રી વીતરાગ દેવને એ જ રીતે ભજતો દેખાય છે. વીતરાગદેવ પાસે પણ અંતરંગના સાશંકપણાને કારણે ન ટકતાં તે બહ્મા, વિષ્ણુ, શંકર, અંબામા, દુર્ગા આદિ અનેક દેવદેવીઓ સમક્ષ પ્રાર્થના કરતો ફરી વળે છે. આમ અનેક સમર્થ દેવદેવીઓનું આરાધન તે બાહ્યથી કરી ચૂકે છે, પણ ક્યાંય ઠરીઠામ થતો નથી. પરિણામે ક્યાંય પણ સાચું શ્રદ્ધાન કર્યું ન હોવાને કારણે કોઈ પણ દેવ કે દેવીને ઇચ્છાપૂર્તિનું દાન કરવાની જવાબદારી રહેતી
૧
પ