________________
પ્રાર્થના
જીવે બાંધેલાં અંતરાય તથા મોહનીય કર્મ નબળાં થવાથી, તેનાં જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મનાં પાયા ઢીલા પડી જાય છે. જીવની મોહબુદ્ધિ ઘટતાં તેની ૫૨પદાર્થોમાંની સુખબુદ્ધિ ઓછી થાય છે એટલું જ નહિ પણ અન્ય જીવોનો ઘાત ન થાય તેની સાવચેતી રાખવાની વૃત્તિ વધતી જાય છે. જો કોઈ પદાર્થનો તીવ્ર મોહ જીવને હોય તો તેમાંથી જન્મતી સુખબુદ્ધિ પણ તીવ્ર બને. પરિણામે જોરદાર જ્ઞાનાવરણ બંધાય, એથી ઉલટું મોહ તૂટતાં, સુખબુદ્ધિ મંદ થાય, પરિણામે જ્ઞાનાવરણ નબળું બંધાય. વળી, તીવ્ર સુખબુદ્ધિ હોય ત્યારે તે બુદ્ધિને પોષવા જીવ પોતાના સમગ્ર વીર્યનો ઉપયોગ કરી, એક થી ચાર ઇન્દ્રિયોવાળા જીવોનો ઘાત કરતાં પણ અચકાતો નથી. અને આ હિંસાના તીવ્રપણાને કારણે બળવાન દર્શનાવરણ કર્મ બાંધે છે. ૫૨૫દાર્થના ભોગવટાની સુખબુદ્ધિ જેમ જેમ અલ્પ થતી જાય છે તેમ તેમ તેની હિંસાપ્રવૃત્તિ સંક્ષેપ પામે છે અને બંધાતું દર્શનાવરણ કર્મ મંદ હોય છે. આમ જ્યારે શ્રી સર્વજ્ઞપ્રભુને અથવા તો શ્રી સત્પુરુષને અંતરંગથી પ્રાર્થના થાય છે ત્યારે જીવનાં અંતરાય તથા મોહનીય તૂટવા સાથે જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મનાં બંધનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. સાથે સાથે પૂર્વ નિબંધિત કર્યો પણ ક્ષય થતાં જાય છે.
જીવ જ્યારે ઉત્તમ આત્માને પ્રાર્થના કરે છે ત્યારે તેનાં હ્રદયમાં નમતાવાળા શુભભાવો ચાલતા રહે છે. આ પ્રસંગે ચારે પ્રકારનાં ઘાતીકર્મો નબળાં પાડી જીવ સર્વાંગી લાભ કેવી રીતે મેળવે છે તે આપણે જોયું. આ પ્રકારની પ્રાર્થનામાં રત, જ્યારે જીવ હોતો નથી ત્યારે તે જીવ પૂર્વકર્મને વશ વર્તી, સ્વચ્છંદે ચાલી, અનેક પ્રકારના વિનાશક ભાવો કરી બેસે છે. અમુક પ્રમાણની આત્મશુદ્ધિ થઈ ન હોય ત્યાં સુધી જીવ ભાવ કર્યા વિના રહી શકતો નથી; તેથી શુભભાવની પરિણિત ચાલતી ન હોય ત્યારે જીવ અશુભ પરિણતિના સકંજામાં સહેલાઇથી સપડાઈ જાય છે. પરિણામે અનેક પ્રકારે દુ:ખદાયી, એવા આયુષ્ય વર્જિત સાતે કર્મના પાશમાં તે જીવ બંધાય છે. પરંતુ તે જીવ જો પ્રાર્થના કરતો રહે તો આવા અનેક અનિચ્છનીય બંધનથી બચી જાય છે. પ્રાર્થના કરતી વખતે નમ્રતાવાળા શુભભાવોનું ઘુંટણ જીવને રહેતું હોવાથી, જે ઘાતીકર્મો બંધાય છે તે સર્વ હળવાં પ્રકા૨નાં હોય છે અને જે અઘાતી કર્મો બંધાય છે તે સર્વ શુભ પ્રકારનાં